રાઘવ ચઢ્ઢાનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થયું, 115 દિવસ પછી સસ્પેન્શન રદ થતા આપ સાંસદએ સુપ્રીમ કોર્ટનો માન્યો આભાર

  • December 04, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપ સાંસદ રાઘવ ચઢ્ઢાનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત


આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. રાજ્યસભા દ્વારા તેમનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું હતું, આ સંબંધમાં એક ઠરાવ પસાર કરાયો છે. ચઢ્ઢાને પસંદગી સમિતિમાં તેમના નામ સામેલ કરતા પહેલા રાજ્યસભાના પાંચ સાંસદોની સંમતિ ન લેવા બદલ ઓગસ્ટમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચઢ્ઢા તેમના સસ્પેન્શન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. આ રાજ્યસભામાં ચઢ્ઢાનું સસ્પેન્શન પાછું ખેંચવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ મામલે આજે રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિની બેઠક મળી હતી. બેઠક બાદ રાજ્યસભાના સ્પીકરે ચઢ્ઢાનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.


આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, 'મને ૧૧ ઓગસ્ટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મારું સસ્પેન્શન રદ કરાવવા હું સુપ્રીમ કોર્ટમાં ગયો હતો...સુપ્રીમ કોર્ટે તેની નોંધ લીધી હતી અને હવે ૧૧૫ દિવસ પછી મારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે...હું ખુશ છું કે મારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે અને હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો આભાર માનું છું.”

​​​​​​​ઓગસ્ટમાં દિલ્હી સર્વિસ બિલ સાથે સંબંધિત એક પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન તેમના પર પાંચ સાંસદોની નકલી સહી કરવાનો આરોપ હતો. સાંસદોની સંમતિ વિના પ્રસ્તાવ પર નામ લેવા બદલ તેમને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચઢ્ઢાના સસ્પેન્શનનો પ્રસ્તાવ ભાજપના સાંસદ પીયૂષ ગોયલે રજૂ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application