'પુષ્પા 2 ધ રૂલ'એ રિલીઝ પહેલા જ રચ્યો જબરો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની

  • June 05, 2024 11:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા 2 ધ રૂલની રિલીઝને હજુ બે મહિના બાકી છે અને ફિલ્મના ગીતો અને પોસ્ટરોએ ધૂમ મચાવી દીધી છે. હવે પુષ્પા 2 ધ રૂલે તેની રિલીઝ પહેલા ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એક મોટો ઈતિહાસ રચ્યો છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલના નિર્માતાઓએ તેમના ચાહકોને આ સારા સમાચાર આપ્યા છે અને જણાવ્યું છે કે કેવી રીતે પુષ્પા 2 ધ રૂલ તેની રિલીઝ પહેલા જ આ સિદ્ધિ હાંસલ કરી છે. 

પુષ્પા 2 ધ રૂલના મેકર્સ, મેટ્રી મૂવી મેકર્સે આજે 5 જૂનના રોજ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અને X હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી, જેમાં જણાવ્યું કે પુષ્પા 2 ધ રૂલ ફિલ્મે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. પુષ્પા 2 ધ રૂલ એ તેના ચાર ગીતોને યુટ્યુબના ગ્લોબલ ચાર્ટ્સ (સોંગ લિસ્ટ)ના ટોપ 100 મ્યુઝિક વીડિયોમાં દાખલ કરીને ઈતિહાસ રચ્યો છે.

નિર્માતાઓએ દાવો કર્યો છે કે પુષ્પા 2 ધ રૂલ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આવું કરનાર પ્રથમ અને એકમાત્ર ફિલ્મ બની છે. આ રેકોર્ડ પુષ્પા-પુષ્પા અને કપલ સોંગ સુઈસેકીએ બનાવ્યો છે. ફિલ્મના આ બંને ગીતો હાલમાં જ રીલિઝ થયા છે, જેના પર દેશ-વિદેશમાં લોકો રીલ બનાવી રહ્યા છે.

હવે અલ્લુ અર્જુનના ચાહકો તેને આ પોસ્ટ પર અભિનંદન આપી રહ્યા છે. પુષ્પા 2 ધ રૂલ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. શ્રીવલ્લી તરીકે રશ્મિકા મંદન્ના અને અલ્લુ અર્જુનની હિટ જોડી ફરી એકવાર ફિલ્મમાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application