કુંડલામાં પૂજ્ય જોગીદાસ ખુમાણની પ્રતિમા ગરિમાપૂર્ણ રીતે રખાશે: પાલિકા પ્રમુખની ખાતરી

  • December 12, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલા નવનિર્મિત નગર સેવા સદનમાં ચોગાનમાં સત્વ તત્વના શિલાલેખ સમા પૂજ્ય બાપુ જોગીદાસ ખુમાણ નું ભવ્ય સ્ટેચ્યુ મુકવા માટે સમગ્ર સાવરકુંડલા શહેર અને તાલુકાના તમામ સમાજના લોકોને લાગણી રહી છે. સાવરકુંડલા નગર પાલિકાના ભવ્ય પટાંગણમાં પાલિકા દ્વારા સ્થાપવામાં આવ્યું. પરંતુ કાઠી ક્ષત્રિય સમાજના વરિષ્ઠ  અગ્રણીઓ કે જ્યારે આ સ્ટેચ્યુનું નિરીક્ષણ કર્યું ત્યારે અનેક ખામીઓ આ પ્રતિમામા દેખાણી અને આ મહાપુરુષની જે ગરીમા પણ ગાથા છે તેને અનુરૂપ સ્ટેચ્યુ ન હોવાનો સામુહિક અભિપ્રાય બાદ છેલ્લા બે વર્ષથી અવારનવાર આ સ્ટેચ્યુ બદલાવવા માટે કોન્ટ્રાક્ટર કંપની સાથે કાઠી અગ્રણીઓ તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખ અવારનવાર ટેલીફોનિક ચર્ચાઓ કરતા રહ્યા પણ અમદાવાદી કોન્ટ્રાક્ટર ખોટા વાયદાઓ આપતો રહ્યો એટલે નગરપાલિકા શાસકો દ્વારા કાયદેસર નોટિસો ઇસ્યુ કરી તેનો કોન્ટ્રાક્ટ જ રદ કરી નાખવામાં આવ્યો પરંતુ આ જૂનું જે રદ થયેલ સ્ટેચ્યુ છે તે તાલપત્રી ઢાંકેલ હાલતમાં જે તે સ્થળ પર જ રાખવામાં આવતા આ પ્રતિમાની આસપાસ તેની ગરિમા જળવાતી નહોતી.મૂર્તિ ની નીચે ગટરની ગંદકી ઉપરાંત રખડતા કૂતરાઓનું જાણે આશ્રય સ્થાન બની ગયેલ અને કોઈનો બદ ઇરાદો ન હોવા છતાં અજાણતા જ આ મહાપુરુષની પ્રતિભા ને પ્રતિભાનો ગરીમા ભંગ થતો હોય એવો એક મેસેજ સમગ્ર સમાજમાં જતા સમસ્ત સૌરાષ્ટ્ર કાઠીયા વાડ માં ક્ષત્રિયો ઉકળી ઉઠ્યા અને આ બાબતે ઝલદ આકરા નિર્ણયો લેવા બેઠકનું આયોજન કરવાનું જાહેર થતા જ સ્થાનિક નગરપાલિકાના પદાધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજના પાંચ પ્રતિનિધિઓને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા રૂબરૂ બોલાવીને એક ઠરાવ સોંપ્યો હતો કે જેમાં આ સ્ટેચ્યુ ૨૪ કલાકમાં સલામત ગોપનીય જગ્યાએ ઢાંકીને મૂકી દેવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત આવતી તારીખ ૧૭ ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ બનાવનાર અન્ય કંપનીને રૂબરૂ બોલાવી કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી વિચાર વિમર્શ કરી તદ્દન નવી જ પ્રતિમા બનાવવાનો ઠરાવ કરવામાં આવેલ છે. આ ખાતરી મળ્યા બાદ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ પણ સહયોગ કરી હાલ તુરંત કોઈપણ પ્રકારના વિરોધ આત્મક કાર્યક્રમો ન આપવા નિર્ણય લીધો હતો,તેમ કાઠી અગ્રણી પ્રતાપ ખુમાણ જણાવે છે. નગરપાલિકા પ્રમુખ દ્વારા ખાતરી આપવામાં આવેલ છે કે આ તમામે તમામ પ્રક્રિયા ૬ મહિનાની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે કેટલાય સમયથી આ સ્ટેચ્યુમાં જાણે પૂજ્ય બાપુને નજરકેદ કર્યા હોય તેવો ભાસ થતો હતો પરંતુ સ્થાનિક પત્રકારની એક ચીનગારીએ સારાએ તંત્ર અને કાઠી ક્ષત્રિય સમાજને દોડતા કરી દીધા હતા અને હજી ૨૪ કલાક થાય તે પહેલા આ સુખદ ઉકેલ પણ આવી ગયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application