બોલો લ્યો... જાહેર રજામાં 'સરસ્વતી સ્કૂલ'ના સંચાલકોએ વિધાર્થીઓને ભણવા બોલાવ્યા..!!

  • April 22, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ભકિતનગર સર્કલ પાસે આવેલી 'સરસ્વતી સ્કૂલ' દ્રારા આજે અખાત્રીજ, પરશુરામ જયંતિ અને ઈદ ના તહેવારોની જાહેરરજા હોવા છતાં બાળકોને સ્કૂલ પર બોલાવી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા વિવાદ સર્જાયો હતો. આ અંગે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ટેલિફોનિક જાણ કરી અને વિધાર્થી સંગઠનોને બોલાવ્યા હતા ત્યારબાદ આ બાબતે રજૂઆત કરતા ૧૫ મિનિટમાં શાળા સંચાલકોએ સ્કૂલ બધં કરવી પડી હતી




વાલીઓ જાહેર રજા હોવાછતાં સ્કૂલ સંચાલકે બાળકોને નિયમ વિદ્ધ ધરાર બોલાવતા ધાર્મિક તહેવારોની ઉજવણીમાં તેમજ પ્રાસંગિક કાર્યેામાં પોતાના બાળક વગર કેમ જવું તેવી વિધાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતને ફરિયાદ મળી હતી. ફરિયાદ મળ્યા બાદ આ રીતે સરકાર દ્રારા નિયત કરેલ જાહેર રજાઓમાં સાંસ્કૃતિક સંસ્કારો,લાગણીઓ અને ધાર્મિક આસ્થાઓથી બાળકોને અળગા રાખી પોતાની મનમાની કરનાર સરસ્વતી સ્કૂલ વિદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીને ટેલિફોનિક રજુઆત કરી આ સ્કૂલ બધં કરાવવા ઉગ્ર રજુઆત કરી હતી. સ્કૂલ સંચાલક ને પણ વિધાર્થીનેતાએ ટેલિફોનિક રજુઆત કરી તાત્કાલિક અસરથી બાળકોને છોડો અન્યથા સ્કૂલ પર અમારી ટીમ પહોંચીને બધં કરાવીશું તેવી ચિમકી ઉચ્ચારી હતી.





જો કે જિલ્લા શિક્ષણ અધિકારીએ સંચાલકને કડક સૂચના આપ્યા બાદ તાત્કાલિક ના છૂટકે સ્કૂલ સંચાલકે જાહેરરજા હોવાથી બાળકોને છોડવા પડા હતા.આ અંગે રોહિતસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે આ સ્કૂલ વારંવાર સરકારના નિયમોનું ઉલ્લઘનં કરી જાહેરરાજાઓમાં સ્કૂલ ચાલુ રાખે છે તેની સામે કડક કાર્યવાહી તંત્રએ કરવી જોઈએ કારણકે એક તરફ જે બાળકને સંસ્કૃતિના જાળવણી પાઠ અભ્યાસક્રમોમાં સ્કૂલોમાં ભણાવાઈ છે એ જ લોકો સાંસ્કૃતિક વારસાઓથી ઉજવાતા તહેવારો અને ધાર્મિક આસ્થાઓથી વિધાર્થીઓને અળગા રાખતા હોય તો તે સ્કૂલ સંચાલકોની મુર્ખામી છતી થાય છે તેવું ભવિષ્યમાં ના થવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application