સાંઢીયા પુલની બન્ને બાજુ ફાટક આપો: દરખાસ્ત રજૂ

  • March 15, 2023 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભોમેશ્ર્વર પ્લોટના હયાત ફાટક પાસે સર્વિસ રોડ અને તેની સામેની તરફ પરસાણા નગરમાં અયપ્પા ટેમ્પલ નજીકના રેલવે ટ્રેક ઉપર નવુ ફાટક અને સર્વિસ રોડ બનાવી આપવા માંગ: ભોમેશ્વર ફાટકથી બસ બહાર જાય અને પરસાણાનગરના પ્રપોડ ફાટકેથી શહેરમાં પ્રવેશે તેવું આયોજન વિચારાધિન




રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૩ની સરહદોને વિભાજિત કરતા શહેરના જામનગર રોડ ઉપર આવેલા સાંઢીયા પુલનો પ્રોજેકટ હજુ આગળ વધ્યો નથી ત્યાં વધુ એક નવો ફણગો ફટો છે. ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની રાજકોટ એસટી ડિવિઝન કચેરી દ્રારા રેલવે સમક્ષ એવી માંગણી દરખાસ્ત રજૂ કરાઇ છે કે સાંઢીયો પુલ ભારે વાહનો માટે બધં કરાયા બાદ એસટી બસોને ડાઇવર્ઝન ટ મુજબ શહેરમાંથી ચાલવું પડે તેમાં ભારે મુશ્કેલી પડતી હોય સાંઢીયા પુલની બન્ને બાજુએ રેલવે ફાટક અને સર્વિસ રોડ બનાવી આપો જેથી પુલની બન્ને બાજુએ નીચેના સર્વિસ રોડ પરથી એસટી બસ વ્યવહાર ચાલતો રહે. વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ આજકાલ દૈનિક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં એસટી ડીવીઝન દ્રારા રેલવેમાં સાંઢીયા પુલની એક બાજુ નવું વધુ એક ફાટક બનાવી આપવા અને પુલની બન્ને બાજુએ બસ ચાલી શકે તેવો સર્વિસ રોડ બનાવી આપવા માંગણી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.



તેમણે ઉમેયુ હતું કે ભોમેશ્વર પ્લોટના હયાત ફાટક પાસેથી સર્વિસ રોડ અને તેની સામેની તરફ પરસાણા નગરમાં અયપ્પા ટેમ્પલ નજીકના રેલવે ટ્રેક ઉપર નવુ ફાટક અને સર્વિસ રોડ બનાવી આપવા માંગણી કરી છે. ભોમેશ્વર ફાટકથી બસ બહાર જાય અને પરસાણાનગરના પ્રપોડ ફાટકેથી શહેરમાં પ્રવેશે તેવું આયોજન વિચારાધિન છે. તાજેતરમાં આ મુદ્દે એસટી નિગમ, મહાનગરપાલિકા અને રેલવેના અધિકારીઓ–ઇજનેરો દ્રારા ટ્રાફિક પોલીસ વિભાગના સ્ટાફને સાથે રાખીને સંયુકત સાઇટ વિઝીટ પણ કરવામાં આવી હતી. અલબત્ત આ સાઇટ વિઝીટ પછી નવું ફાટક બનાવી આપવા અંગે હજુ સુધી રેલવે વિભાગ તરફથી કોઇ પ્રત્યુત્તર અપાયો નથી.





અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ–જામનગર ટની કુલ ૪૦૦ એસ.ટી.બસ હાલ ડાઇવર્ઝન ટ અનુસાર દરરોજ શહેરમાંથી યાજ્ઞિક રોડ, રૈયા રોડ, ૧૫૦ ફટ રિંગ રોડ જેવા ટ્રાફીકથી ધમધમતા રાજમાર્ગેા પરથી પસાર થઇ જામનગર રોડ ઉપરની માધાપર ચોકડી ખાતે પહોંચે છે. આ પ્રક્રિયામાં અંતર વધતું હોય અને શહેરના ટ્રાફિકમાંથી પસાર થવું પડતું હોય ઈંધણ અને સમય બગડે છે, બીજી બાજુ શહેરીજનોને પણ શહેરમાંથી પસાર થતી એસટી બસોને કારણે ટ્રાફિક સમસ્યા સહન કરવી પડે છે.





મહત્વપૂર્ણ છે કે સાંઢીયા પુલ પ્રોજેકટ હજુ ડિઝાઇન મંજૂરીના તબક્કે છે. મહાનગરપાલિકાએ મોકલેલી નવી ડિઝાઇન મંજુર થાય પછી ટેન્ડર ફાઇનલ થશે. ટેન્ડર પ્રક્રિયામાં નિયમ મુજબનો સમય લાગશે અને ટેન્ડર ફાઇનલ થાય અને કામનું ખાતમુહર્ત થાય પછી પણ પુલ બનતા અંદાજે ઓછામાં ઓછા બે વર્ષ થઇ જશે તો ત્યાં સુધી આ રીતે એસટી બસ વ્યવહાર કઇ રીતે ચલાવવો? તે એક યક્ષ પ્રશ્ન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application