ક્રાઇસ્ટ હોસ્પિટલમાંથી રૂપિયા ૨૫ લાખની પ્રોપર્ટી ટેકસ રિકવરી કરાઇ

  • May 01, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કસ્તુરબા માર્ગ ઉપર વધુ એક મિલકત, ઢેબર રોડ ઉપર એસટી બસ પોર્ટમાં બે દુકાનો, રૈયારોડ ઉપર સદગુ તીર્થધામમાં એક ઓફિસ સહિત ૧૪ મિલકતો સીલ, પાંજરાપોળની દુકાન સહિત અન્ય ૧૦ને ટાંચ જિની નોટિસ: રૂા.૧.૧૬ કરોડની રિકવરી




રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૩માં જામનગર રોડ ઉપર માધાપર ચોકડી પાસે આવેલી ક્રાઇસ્ટ હોસ્પિટલનો .૨૫ લાખનો બાકી મિલકત વેરો વસૂલવા ટેકસ બ્રાન્ચની ટીમ ત્રાટકતા હોસ્પિટલ દ્રારા પૂરેપૂરી બાકી રકમનો ચેક આપી દેવામાં આવ્યો હોવાનું ટેકસ બ્રાન્ચના અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું.




વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે આજે વોર્ડ નં.૨માં કસ્તુરબા રોડ પર આવેલ રાજ રેસીડેન્સીમાં લેટ નં–૩૦૬ના યુનિટને નોટીસ, કસ્તુરબા રોડ પર આવેલ અન્ય ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૩ લાખ,રૈયા રોડ પર આવેલ સદગુ તીર્થધામમાં ૧ યુનિટ સીલ, રૈયા રોડ પર આવેલ સુભાષનગરમાં ૧ યુનિટ સીલ, વોર્ડ નં.૩માં માધાપર ચોકડી પાસે આવેલી ક્રાઇસ્ટ હોસ્પિટલને નોટીસ ફટકારતા આજે તેણે વેરા પેટે .૨૫ લાખની રકમનો પોસ્ટ ડેઇટ ચેક આપ્યો હતો. વોર્ડ ન–ં ૪માં કુવાડવા રોડ પર આવેલ ૨–યુનિટને નોટીસ, મોરબી રોડ પર આવેલ જલારામ સોસાયટીમાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૫ લાખ, કુવાડવા રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૨૪,૯૮૦, વોર્ડ નં–૬માં પાંજરાપોળમાં ૧ યુનિટને નોટીસ, વોર્ડ નં–૭માં ઢેબર રોડ પર આવેલ ૨–યુનિટ સીલ, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટમાં ગ્રાઉન્ડ લોર શોપ નં–૪૬ તેમજ શોપ નં–૫૧ સીલ, વોર્ડ નં–૯માં સાધુ વાસવાણી રોડ પર આવેલ ૧–યુનિટ બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪૯,૭૪૮, રૈયા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી . ૬૯,૩૨૫, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કર્યવાહી કરતા રીકવરી .૫૩,૫૮૮, વોર્ડ નં–૧૩માં લમીનગર મેઇન રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં જોડાયા, ગોંડલ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩૭,૭૦૪, વોર્ડ નં–૧૪માં કુંભારવાડામાં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨૯,૫૮૦, વોર્ડ નં.૧૫માં ગુજરાત જલ સંપતિ વિકાસ નિગમ, ઠે.આજી ડેમ કેમ્પસને નોટીસ આપેલ. થોરાળા પોલીસ સ્ટેશન, પીજીવીસીએલના ૧ યુનિટ, પતંજલી પ્લે હાઉસ વિગેરેની નોટિસ અપાઈ હતી તેમજ કે.પી.ઇન્ડ.માં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application