યાજ્ઞિક રોડ, કેનાલ રોડ, ગોંડલ રોડ ઉપર ૧૮ પ્રોપર્ટી સીલ

  • January 16, 2023 11:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



૧૫૦ ફટ રિંગરોડ ઉપર ધ સ્પાયર બિલ્ડિંગમાં ચારને નોટિસ, રેસકોર્સ રિંગરોડ ઉપર છ મિલકતોને ટાંચ જિની નોટિસ સદર બજારમાં વેપારીએ સ્થળ ઉપર ૩.૨૫ લાખ ચૂકવ્યા: ઉમાકાન્ત પંડિત ઉધોગનગર અને બાપુનગરમાં કારખાના સીલ




રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચ બવકી મિલકત વેરો વસૂલવા આક્રમક બની છે. આજે યાજ્ઞિક રોડ, કેનાલ રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં બપોર સુધીમાં ૧૮ મિલ્કતોને સીલ કરી હતી તથા ૪૧ મિલ્કતોને ટાંચ જી નોટીસ રીકવરી ા.૩૬.૧૯ લાખ રીકવરી કરવામાં આવી હતી જેમાં સેન્ટ્રલ ઝોન દ્રારા કુલ ૧૧ મિલ્કતો સીલ તથા ૧૫ મિલ્કતોને ટાંચ જી નોટીસ તથા રીકવરી ા.૧૬.૮૯ લાખ, વેસ્ટ ઝોન દ્રારા કુલ– ૧૫ મિલ્કતોને ટાંચ જી નોટીસ તથા રીકવરી ા.૧૧.૨૦ લાખ, ઇસ્ટ ઝોન દ્રારા કુલ –૭ મિલ્કતોને સીલ ૧૧ મિલ્કતોને ટાંચ જી નોટીસ તથા રીકવરી ા.૮.૧૦ લાખની રિકવરી કરવામાં આવી હતી.





મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે રિકવરી ડ્રાઇવ દરમિયાન વોર્ડ નં.૧માં ૧૫૦ ફટ રીંગ રોડ આવેલ ધ સ્પાયર બિલ્ડિંગમાં ચાર મિલ્કતોને બાકી માંગણા સામે નોટીસ, વોર્ડ નં.૨મા ર્રેસકોર્ષ રિંગરોડ પર આવેલ ૬ મીલ્કતોને ટાંચ જી નોટીસ તથા રીકવરી .૮૦૦૦૦, જામનગર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી .૫૧૦૦૦, સદર બજાર મેઇન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી . ૩.૨૫ લાખ,





વોર્ડ નં.૩માં ગાયકવાડી વિસ્તારમાં પાંચ મીલ્કતોને નોટીસ ને રીકવરી ૪૦૦૦૦, વોર્ડ નં.૪માં લાતીપ્લોટ વિસ્તારમાં બાકી માંગણા સામે ૭ને જી નોટીસ, લાતી પ્લોટમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧ લાખ, વોર્ડ નં.૬માં પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ૩ મિલકતો સીલ કરતા રીકવરી ૨.૩૦ લાખ, વોર્ડ નં.૭માં મનહર પ્લોટ વિસ્તારમાં બાકી માંગણા સામે રીકવરી . ૧.૧૮ લાખ, ડો.યાજ્ઞિક રોડ પર આવેલ ચાર કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ, વોર્ડ નં.૧૦માં પંચાયત નગર વિસ્તારમાં ચાર યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી .૧.૮૦ લાખ, વોર્ડ નં.૧૧માં જીવરાજ પાર્ક વિસ્તારમાં ૩ યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી .૧.૮૦ લાખ, વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં ચાર યુનિટના બાકી માંગણા સામે ટાંચ જી નોટીસ આપેલ.




વોર્ડ નં.૧૩માં ઉમાકાંત ઉધોગનગરમાં ત્રણ મિલકતો સીલ કરતાં રીકવરી . ૩.૬૮ લાખ, ગોંડલ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી . ૩.૦૮ લાખ, વોર્ડ નં.૧૪માં બાપુનગર વિસ્તારમાં ચાર મિલ્કતો સિલ કરાતા રીકવરી ૧.૭૯ લાખ, બાપુનગર વિસ્તારમાં ચાર યુનિટને બાકી માંગણા સામે જીની નોટીસ, વોર્ડ નં.૧૫માં સહજાનદં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ૩ મિલકતો સિલ કરતા રીકવરી ૨.૩૦ લાખ, વોર્ડ નં.૧૮માં ખોડીયાર નગર મેઇન રોડ પર ૪–મીલ્કતો ને નોટીસ તથા રીકવરી ૨.૫૦ લાખ કરવામાં આવી હતી. ઉપરોકત કામગીરીમાં આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટર દ્રારા આસી.કમિશ્નર, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ લખાય છે ત્યારે હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application