યુરોપમાં ફેલાયેલો કોરોનાનો નવો વેરિયન્ટ જોખમી બની શકે: ચેતવણી

  • September 20, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈજ્ઞાનિકોએ આપેલી માહિતી પ્રમાણે કોવિડનો એક નવો વેરિયન્ટ ફેલાવવાની શરૂઆત થઈ ગઈ છે, જે આગામી સમયમાં મુખ્ય વેરિયન્ટ બની શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઍક્સ યૂઝર્સે અનુસાર, જર્મનીમાં જૂન મહિનામાં મળેલા એક્સઈસી વેરિયન્ટના કેસ બ્રિટન, અમેરિકા, ડેનમાર્ક અને બીજા દેશોમાં પણ સામે આવી રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ નવા વેરિયન્ટમાં કેટલાંક નવાં પરિવર્તનો છે જેને કારણે શિયાળામાં વેરિયન્ટ ફેલાઈ શકે છે. જોકે, રસી કોવિડના ગંભીર કેસોને રોકવામાં હજુ પણ મદદરૂપ થશે. બ્રિટનમાં જે લોકો કોવિડને કારણે ગંભીર રીતે બીમાર થઈ શકે છે તેમને એનએચએસ મફતમાં રસીનો બુસ્ટર ડોઝ આપે છે. નવા વેરિયન્ટને પહોંચી વળવા માટે રસીઓને પણ અપડેટ કરાઈ છે. જોકે, એક્સઈસી માટે હજુ તેમ નથી થયું. એક્સઈસી પહેલાંના વેરિયન્ટ ઓમિક્રોનના સબ-વેરિયન્ટમાંથી પેદા થયો છે.
ફ્રેન્કોઇસ બેલોક્સ યુનિવર્સિટી કોલેજ લંડનમાં જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક છે. તેમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું, નવો એક્સઈસી વેરિયન્ટ બીજા કરતાં થોડોક ઝડપથી ફેલાઈ શકે છે. જોકે, રસીઓ આ વેરિયન્ટ સામે પણ સારી સુરક્ષા આપી શકશે. તેમણે કહ્યું કે શિયાળામાં એક્સઈસી મુખ્ય વેરિયન્ટ બની શકે તેવી સંભાવના છે.
કેલિફોર્નિયાસ્થિત સ્ક્રિપ્સ રિસર્ચ ટ્રાન્સલેશનલ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક ઍરિક ટોપોલે કહ્યું કે એક્સઈસી વેરિયન્ટ ફેલાવવાની શરૂઆત જ થઈ છે. તેમણે એલએ ટાઇમ્સને જણાવ્યું, જોકે, વેરિયન્ટને ફેલતા થોડાંક અઠવાડિયાં કે મહિના લાગશે. એક્સઈસી વેરિયન્ટ ચોક્કસપણે વધી રહ્યો છે અને તે આગામી સમયમાં મુખ્ય વેરિયન્ટ બની શકે છે. જોકે, વેરિયન્ટને અત્યંત ચેપી બનતા કેટલાક મહિના થશે.
મોટા ભાગના લોકો કોવિડ થાય પછી થોડાંક અઠવાડિયાંમાં સાજા થઈ શકે છે, પરંતુ તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે. કોવિડ ડેટા વિશ્લેષક માઇક હનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઍક્સ પર લખ્યું, ડેનમાર્ક અને જર્મનીમાં એક્સઈએન વેરિયન્ટનાં કેસોમાં ભારે વધારે થયો છે. પહેલાંની તુલનામાં નિયમિત ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ કારણે એ જાણવું મુશ્કેલ છે કે કોવિડ કેટલો ફેલાઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application