કોર્પોરેશનને ચાલુ વર્ષે મીલ્કત અને પાણી વેરાની રૂ.૮૨ કરોડની આવક

  • March 28, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશનની મિલ્કત વેરા શાખા દ્વારા છેલ્લા અઢી મહીનાથી બાકી રહેલો મિલ્કત વેરો અને વોટર ચાર્જીસ ઉઘરાવવા માટે ડોર-ટુ-ડોર કામગીરી કરવામાં આવી છે, તા.૨૭ સુધીમાં લગભગ રૂ.૮૨ કરોડની આવક થઇ ચૂકી છે, કોર્પોરેશને પ્રથમ વખત ૨૦૦૬ પહેલાના અને ૨૦૦૬ પછીના બાકી રહેતા વેરાની રકમ ઉપર ૧૦૦ ટકા માફીની સ્કીમ જાહેર કરી હતી અને ૩૧ માર્ચ સુધી આ સ્કીમ ચાલું રહેશે, અત્યાર સુધીમાં ૬૧૬૧ લોકોએ સ્કીમનો લાભ લઇને રૂ.૧૨.૦૫ કરોડની ચૂકવણી કરી દીધી છે. આમ ૧૦૦ ટકા વ્યાજ માફીની સ્કીમથી કોર્પોરેશનને સારો એવો ફાયદો થયો છે, જો કે બજેટની ધારણા કરતા મિલ્કત વેરા અને પાણી ચાર્જીસમાં ધાર્યા કરતા રૂ.૨૬ કરોડ ઓછા મળ્યા છે તેવી વાતો બહાર આવી છે. 


ગયા વર્ષના બજેટમાં શહેરની ૨.૮૨ લાખ મિલ્કતના વેરાની આવક રૂ.૯૧ કરોડ અને ૨.૨૧ નળ કનેકશનની આવક રૂ.૩૪ કરોડ થશે તેવી ધારણા કરવામાં આવી હતી, જો કે હજુ ત્રણ દિવસ બાકી છે, દર વખતે છેલ્લે-છેલ્લે પણ સરકારી કચેરીઓ અને મોટી-મોટી બિલ્ડીંગોના માલિકો દ્વારા માર્ચ એન્ડીંગમાં કોર્પોરેશનને ચેક આપવામાં આવે છે. 


મિલ્કત વેરો ન ભરનારાઓ ૩૦ જેટલા કોમર્શીયલ મિલ્કત ધારકોની મિલ્કત સીલ કરી દેવામાં આવી છે, ત્યારે આ વર્ષે પણ કડક ઉઘરાણી શરૂ કરવામાં આવી છે, ટેકસ અધિકારી નિકુંજ શુકલના માર્ગદર્શન હેઠળ કોર્પોેરેશનની ટીમ હજુ ત્રણેક દિવસ જેટલી વધુ આવક થઇ શકે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application