ગુજરાતી ફિલ્મોનો પ્રતિષ્ઠિત અવોર્ડ સમારંભ આ વર્ષે દુબઇમાં યોજાશે

  • January 21, 2023 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ ૨૦૨૦માં કચ્છના સફેદ રણમાં ગુજરાત ટુરિઝમ અને રણોત્સવના સહયોગથી યોજાયેલા ગુજરાતી ફિલ્મોના ‘ફિલ્મ એક્સેલેન્સ અવોર્ડ ગુજરાતી ૨૦૧૯ – ૨૦૨૦’ની સફળતા બાદ ‘ફિલ્મ એક્સેલેન્સ અવોર્ડ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨’નું આયોજન આગામી ૧૯ માર્ચે દુબઈ ખાતે કરવાની જાહેરાત મુંબઈ ખાતે બોલીવૂડ અને ગુજરાતી મનોરંજન જગતના દિગ્ગજોની વિશેષ ઉપસ્થિતિમાં ‘તીહાઇ- ધ મ્યુઝિક પીપલ’ તથા ‘પાવરા એન્ટરટેઇનમેન્ટ’ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.




ગુજરાતી ફિલ્મોને વધુ ઊંચાઇ પર લઇ જવાના ઇરાદા સાથે અમે ૨૦૨૦માં ગુજરાતી ફિલ્મઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમ વખત ડેસ્ટિનેશન અવોર્ડનું આયોજન કચ્છના સફેદ રણમાં કર્યું હતુ. હવે અમે આ આખું આયોજન દુબઈ ખાતે કરવા જઇ રહ્યા છીએ, એમ આ અવોર્ડના આયોજકોએ જણાવ્યું હતું.



આ અવોર્ડમાં પોતાની ફિલ્મની નોંધણી કરાવવા માગતા નિર્માતાઓ માટે ગુરુવાર તારીખ ૧૯ જાન્યુઆરીથી એક ઓનલાઇન ફોર્મ મૂકવામાં આવ્યું છે. જેની સમયમર્યાદા આગામી તારીખ ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩ સાંજે છ વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી તારીખ એકત્રીસ ડિસેમ્બર, ૨૦૨૨ વચ્ચે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મના નિર્માતા નિયત ઓનલાઇન ફોર્મ ભરી તેમની ફિલ્મની એન્ટ્રી આ અવોર્ડ માટે આપી શકે છે. ત્યારબાદ આયોજકો દ્વારા નિયત કરવામાં આવેલ તટસ્થ જ્યુરી દ્વારા એ તમામ ગુજરાતી ફિલ્મોનું ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે. પ્રત્યેક કેટેગરીમાં કુલ ત્રણ-ત્રણ નોમિનેશન હશે. કુલ ૨૮ કેટેગરીમાં અપાનાર આ અવોર્ડ માટેના નોમિનેશનની જાહેરાત આગામી તારીખ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતેથી કરવામાં આવશે. આ સમારંભમાં નામી કલાકારોના વિવિધ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે યોજાયેલા અવોર્ડની જાહેરાત માટેના સમારંભમાં ગુજરાતી તેમ જ હિન્દી ફિલ્મોના દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application