ભાવનગરમાં ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે યોજાનાર ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધાની તડામાર તૈયારીઓનો પ્રારંભ

  • April 20, 2023 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@tesm

સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગની ઇવેન્ટ માટે મેદાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે

ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા માટે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  

ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બ્યુટીફીકેશન અને નેટ લગાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે તા. ૨૦ એપ્રિલને સાંજ સુધીમાં સ્પર્ધાઓ માટેની તૈયારીઓ પૂર્ણ થશે જ્યારે તા. ૨૧ એપ્રિલને શુક્રવારના રોજ ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગમાં ખેલાડીઓ આવવાનો આવી તેમજ પ્રેક્ટિસ કરશે.

ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ૨૨ અને ૨૩ એપ્રિલ ૨૦૨૩ ના રોજ આ સ્પર્ધાઓ યોજાશે. તેમાં ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગમાં ખેલાડીઓ ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટીફિકેટ  આપવામાં આવશે તેમજ ઓવર ઓલ વિજેતા રાજ્યને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

આ સ્પર્ધામાં તમિલનાડુ અને ગુજરાતના સીનિયર કેટેગરીના ખેલાડીઓ સામેલ થશે. તેમાં ટેબલ ટેનિસ અને ટેનિસમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ યોજાશે. સ્વિમિંગમાં ફ્રી સ્ટાઇલ 100 અને 200 મીટર, બેકસ્ટ્રોક 100-200 મી., બ્રેસ્ટસ્ટ્રોક 100-200 મી., બટરફ્લાય 100-200 મી., ફ્રી સ્ટાઇલ રીલે 4*50 અને 4*100મી., મીડલે રીલે 4*50 મી., મિક્સ્ડ ફ્રી સ્ટાઇલ રીલે 4*50મી. અને મિક્સ્ડ મીડલે રીલે 4*50 મીની ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ પાંચ રમતોમાં પુરુષ અને મહિલા કેટેગરીમાં કુલ 38 ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ગુજરાતના 108 તેમજ તમિલનાડુના 108 ખેલાડીઓ સહિત કુલ 216 ખેલાડીઓ ભાગ લેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application