આજથી પાંચ દિવસ પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી

  • June 09, 2023 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા જિલ્લામાં પણ પડશે




સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં અનેક સ્થળે આજથી પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પાંચ દિવસ માટે વરસાદ પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે અને કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે.



હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડશે ત્યારે ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની શક્યતા છે.



આવતીકાલે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા ઉપરાંત ભાવનગર અને જુનાગઢમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. રવિવારે વરસાદનો વ્યાપ વધશે અને ગીર સોમનાથ અમરેલી ઉપરાંત રાજકોટ પોરબંદર જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.



સોમવારે રાજકોટ પોરબંદર જુનાગઢ જામનગર દ્વારકા અમરેલી ગીર સોમનાથ ભાવનગર જિલ્લાઓ ઉપરાંત ગુજરાતમાં આણંદ વડોદરા સુરત નવસારી ડાંગ નર્મદા વલસાડ ભરૂચ તાપી દમણ દાદરા નગર હવેલી જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ દિવસો દરમિયાન પવનની ગતિ સરેરાશ 30 થી 40 કિલોમીટરની રહેશે. વીજળીના ચમકારા અને મેઘ ગર્જના સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application