જેતપુરમાં ક્રિકેટ સટ્ટો રમાડી રહેલા બે શખસોને પોલીસે ઝડપી લીધા

  • May 04, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં જાગૃતિનગર વિસ્તારમાં મકાનમાં ચાલી રહેલા ક્રિકેટ સટ્ટા પર પોલીસે દરોડો પાડી અહીંથી બે શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ટી.વી,સેટટોપ બોકસ,મોબાઇલ અને રોકડ રકમ સહિત રૂ.૬,૨૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અન્ય એક શખસનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


ક્રિકેટ સટ્ટાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર સીટી પોલીસ મથકના પીઆઇ એ.એમ.હેરમાની રાહબરી હેઠળ ટીમના હેડ કોન્સ્ટેબલ આર.આર. શામળા, સી.ટી વસૈયા કોન્સ્ટેબલ મનદીપસિંહ જાડેજા, સુરેશભાઈ ભરવાડ, વાસુદેવસિંહ જાડેજા, રામજીભાઈ ગરેજા અને અભયરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એવી બાતમી મળી હતી કે, જેતપુરના ગરબીચોકમાં રહેતો નિલેશ ઉર્ફે લાલો હમીરભાઈ ગોરીયા પોતાના રહેણાંક મકાનમાં આઇપીએલની ની મેચ પર ટીવીમાં લાઇવ સ્કોર જોઈ ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસ લીટી મેં અહીં દરોડો પાડ્યો હતો.
​​​​​​​
પોલીસે દરોડા દરમિયાન અહીં ક્રિકેટ સટ્ટો રમી રહેલા નિલેશ ઉર્ફે લાલો હમીરભાઇ બોરીયા(ઉ.વ ૩૪) અને જેતપુરમાં લાદી રોડ પર રહેતા એજાજ કાસમભાઇ ડબગર (ઉ.વ ૩૬) ને ઝડપી લીધા હતા. આ બંને શખસ અન્ય એક મોબાઈલ નંબરનાધારક પાસે કપાત કરાવતા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન રૂપિયા ૬૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application