જેતપુરના વાડાસડામાં જાહેરમાં જુગાર રમતા ૫ શખસોને ઝડપી લેતી પોલીસ

  • April 04, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના વાડાસડા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઝડપી લઇ તેની પાસેથી રોકડ રૂ. ૫૫૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,જેતપુર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.એન.ગાંગણાની રાહબરી હેઠળ સ્ટાફના હેડ કોન્સ. એસ.એન.પરમાર, એ.ડી.જાડેજા, એમ.કે.રંગપરા, કે.જે.સુરૂ તથા કોન્સ. ચેનભાઇ ઠાકોર પેટ્રોલીંગમાં હતા.દરમિયાન એવી બાતમી મળી હતી કે,તાલુકાના વાડાસડ ગામે કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બાવળની ઝાડીમાં છુપાઇને જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લઇ તેની પાસેથી રોકડ રૂ.૫૫૦૦ કબજે કર્યા હતાં.
​​​​​​​
જુગાર રમતા પકડાયેલા શખસોમાં દાનસીંગ ભાવસીંગ ચૌહાણ(ઉ.વ ૬૦),રમેશ લવાભાઇ રોકડ(ઉ.વ ૬૦),નારણ સોમાભાઇ ખુમાણ(ઉ.વ ૭૦),દિલીપ લાલસંગભાઇ ચૌહાણ(ઉ.વ ૨૬) અને સુરેશ નાનુસીંગભાઇ ચૌહાણ(ઉ.વ ૫૫)(રહે.બધા વાડાસડ તા. જેતપુર) નો સામવેશ થાય છે.પોલીસે તેમની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application