PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે કરી વાત, કહ્યું અમે મુશ્કેલીમા તમારી સાથે

  • October 10, 2023 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલીફોનીક વાતચીત કરી છે, પીએમ મોદીએ એક્સ પર કહ્યું કે નેતન્યાહુએ ફોન કર્યો હતો અને આ દરમિયાન મેં તેમને કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છીએ.


પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, "મને ફોન કરીને પરિસ્થિતિ અંગે અપડેટ આપવા બદલ હું વડાપ્રધાન નેતન્યાહૂનો આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપોની સખત નિંદા કરે છે.”


પીએમ મોદીએ અગાઉ પણ શનિવારે (7 ઓક્ટોબર) પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પરના રોકેટ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેણે શનિવારે ટ્વીટર પર લખ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો. અમારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.


સમાચાર અનુસાર, ઇઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા વધારી દીધા છે અને તેને સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે. ગાઝામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલામાં 680 થી વધુ લોકો માર્યા ગયા છે અને 3,700 થી વધુ ઘાયલ થયા છે. અન્ય એક  રિપોર્ટ અનુસાર ઈઝરાયેલમાં 900થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, હમાસની લશ્કરી પાંખએ ધમકી આપી છે કે જ્યારે પણ ઇઝરાયેલ ગાઝાના નાગરિકોને તેમના ઘરોમાં 'કોઈપણ પૂર્વ ચેતવણી વિના' નિશાન બનાવશે ત્યારે ઇઝરાયેલી બંધકને મારી નાખવાની ધમકી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application