ખંભાળિયા તાલુકામાં દેશીદારૂ તથા પીધેલા શખ્સો સામે કાર્યવાહી

  • January 09, 2023 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેર તથા તાલુકામાં પોલીસ તંત્ર દ્વારા શનિવારે દેશી દા‚ના કેસ તેમજ પીધેલા શખ્સો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ખંભાળિયા-જામનગર હાઈ-વે પર દાતા ગામેથી પોલીસે નીતિન ભીમજીભાઈ મહેતા નામના ૩૫ વર્ષના શખ્સને રૂપિયા બે લાખની કિંમતની મારુતિ સ્વીફ્ટ કારમાં અડધો લીટર દેશી દારૂ સાથે નીકળતા ઝડપી લઇ, કુલ રૂપિયા ૨,૦૦,૦૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



દાતા ગામના ભરવાડ ફળિયુ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રસિંહ રણુભા જાડેજા નામના ૩૮ વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.



ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૧૫,૦૦૦ ની ઓટો રીક્ષા લઈને નીકળેલા સાલેમામદ હાસમ ભટ્ટી (ઉ.વ. ૩૫, રહે. ઓલિયા પીરની દરગાહ પાસે) ની અટકાયત કરી હતી.



સલાયા ચેક પોસ્ટ પાસેથી પોલીસે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા જુનસ અબ્દુલ ભટ્ટી (ઉ.વ. ૫૦) નામના શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.


ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના ભરાણા ગામે રહેતા આનંદબા દીપસંગભા જાડેજા નામના મહિલાના ઘરમાંથી પોલીસે રૂપિયા ૮૦ ની કિંમતનો ચાર લીટર દેશી દારૂ કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application