શહેરમાં હાર્ટએટેકથી આધેડવયના ૪ વ્યકિતના મોત

  • June 01, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં હાર્ટએટેકના ત્રણ બનાવમાં ત્રણ આધેડના મોત નિપયા છે. પીપળીયાના ૪૮ વર્ષીય સંજયભાઈ, લાલબહાદુર ટાઉનશીપમાં ૫૩ વર્ષીય ઉમેશભાઈ અને ભગવતીપરામાં ૫૫ વર્ષીય રમેશભાઈ અને પેડક રોડ પર આર્યનગર સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય આયદાનભાઈ જીલરીયાનો સમાવેશ થાય છે.
બનાવની મળતી વિગત મુજબ જામનગર રોડ પરાપીપળીયામાં રહેતાં સંજયભાઇ વાલજીભાઇ પરમાર (ઉ.વ.૪૮) નામના આધેડ ગત સાંજે ઘરે હતા ત્યારે ચા પીધા બાદ સુતા હતા રાત્રે  સ્વજનએ જમવા માટે જગાડતા જાગતા ન બેભાન હાલતમાં  સિવિલ હોસ્પિઆટલમાં ખસેડાયા હતાં. યાં ફરી પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.મૃતક રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. અને ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં અને અપરિણીત હતાં. તેમને હૃદયરોગનો હત્પમલો પ્રાણઘાતક  નીવડો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે જરી કાગળો કર્યા હતા.
બીજા બનાવમાં રેલનગરમાં જે.કે.સરિતા સોસાયટી પાસેના લાલબહાદુર ટાઉનશીપમાં રહેતા ઉમેશભાઈ જીણાભાઇ ટાંક (ઉ.વ.૫૩) નામના આધેડ  સવારે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી. મૃતક મિક્રીકામ કરતા હતા અને બે ભાઈ ચાર બહેનમાં સૌથી મોટા હતા સંતાનમાં એક દીકરો છે. પરિવારજનોએ હાર્ટ એટેક આવી ગયાનું કહ્યું હતું.
ત્રીજા  બનાવમાં ભગવતીપરા સુખસાગર સોસાયટી–૪માં રહેતાં રમેશભાઇ નાનજીભાઇ ચુડાસમા (ઉ.વ.૫૫) નામના આધેડ સાંજે ઘરે હતા ત્યારે અચાનક ધ્રુજારી ઉપડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં બેભાન ઢળી પડતા તાકીદે  સિવિલમાં ખસેડાયા હતાં. યાં દમ તોડી દીધો હતો. મૃત્યુશ પામનાર બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. હાલમાં પેરેલિસીસ એટેક આવ્યોમ હોઇ ઘરે જ રહેતાં હતાં. સાંજે હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં  છવાઈ છે. બી–ડિવીઝન પોલીસે જરી કાગળો કર્યા હતા.
ચોથા બનાવમાં પેડક રોડ પર આર્યનગર સોસાયટી શેરી નં–૧માં રહેતા આયદાનભાઈ વજુભાઇ જીલરીયા (ઉ.વ.૫૮) નામના આધેડ સવારે ઘરે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા પરંતુ તેનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યો હતો. બનાવથી પરિવારમાં શોકે છવાયો હતો. મૃતક અપરણિત અને મજૂરી કામ કરતા હતા હાર્ટ અટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application