સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરીને પતિ રાઘવ સાથે સાસરે પહોંચી પરિણીતી, ટાઈટ સિક્યોરીટી છતાં લગ્નનો વિડીયો થયો લીક

  • September 25, 2023 06:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​

ગતરોજ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરમાં બન્નેના ભવ્ય લગ્ન થયાં હતાં. બંનેના આ ડ્રીમ વેડિંગ ઉદયપુરના 'ધ લીલા પેલેસ'માં થયા હતા. આ ખાસ પ્રસંગે સર્વત્ર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, ચાહકો પરિણીતી અને રાધવને વર-કન્યા તરીકે જોવા માટે બેતાબ હતા. હવે બંનેના લગ્નની તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

લગ્ન બાદ પરિણીતી હવે દિલ્હીમાં તેના સાસરે પહોંચી ગઈ છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પરિણીતી તેના પતિ સાથે હસતી અને ખુશખુશાલ જોવા મળી રહી છે. અભિનેત્રી તેના ગળામાં સિંદૂર સાથે મંગલસૂત્ર પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.


View this post on Instagram

A post shared by Arvind Kejriwal Fans (@arvindkejriwalaap.fc)

આ હાઈપ્રોફાઈલ લગ્ન સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યા હતા. આમ હોવા છતાં, લગ્નની બારાતનો એક વીડિયો લીક થયો, જેમાં વરરાજા રાજા કોઈ રાજકુમારથી ઓછો દેખાતો ન હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અહેવાલ મુજબ, લગ્ન પછી, કપલ દિલ્હી અને મુંબઈ બંને જગ્યાએ રિસેપ્શન પાર્ટીઓ કરશે. રાજકીય જગતના ઘણા વરિષ્ઠ નેતાઓ દિલ્હીમાં રિસેપ્શનમાં હાજરી આપશે, જ્યારે મુંબઈમાં પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application