પન્નુએ આપી હતી સંસદ પર હુમલો કરવાની ધમકી, છતા આવી ચૂક કેમ ?

  • December 13, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૨ વર્ષ પહેલા આજના દિવસે સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો અને આજે ફરી લોકસભામાં બનેલી ઘટનાએ સૌ કોઈને ચોકાવ્યા છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાની કાર્યવાહી દરમિયાન બે અજાણ્યા ઓડીયન્સ ગેલેરી માંથી ૨ સખ્શ કૂદી પડ્યા હતા, આ ઘટના બાદ જ સાંસદોએ ભયના કારણે હંગામો મચાવ્યો હતો. શખ્સોએ બેંચથી કુદી ગૃહની વચ્ચે પહોચ્યા હતા, આ દરમિયાન નારા લગાવતા પોતાના બૂટમાં છુપાવેલો સ્મોક બોમ્બ બહાર કાઢ્યો હતો અને સાંસદો કે સુરક્ષાકર્મીઓ કઈ સમજે તે પહેલા તેનો ઉપયોગ કર્યો હતો, ભય અને અફરાતફરી વચ્ચે સાંસદ હનુમાન બેનીવાલ અને મલુક નાગરે હિંમત દાખવી તેમણે પકડી પાડ્યા હતા. આ ઘટના બાદ લોકસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.


​​​​​​​ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ સંસદ પર હુમલાની ધમકી આપી હતી. ત્યારથી દિલ્હી પોલીસ એલર્ટ પર હતી. અમેરિકામાં રહેતા પન્નુએ એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું - અમે સંસદ પર હુમલાની વરસી પર એટલે કે 13 ડિસેમ્બર અથવા તેના પહેલા સંસદનો પાયો હચમચાવી દઈશું. પન્નુએ સંસદ હુમલાના ગુનેગાર અફઝલ ગુરુનું પોસ્ટર જાહેર કર્યું હતું.

 
હુમલાખોરે મોહનભાઈ કુંડારીયા બેઠા હતા તેની પાછળની બેન્ચ પર કુદકો માર્યો હતો અને કંઈક ખોટું બની રહ્યું છે તેવું જણાતાની સાથે જ મોહનભાઈ કુંડારીયા તેમના સ્થાન પરથી ઉભા થઈ ગયા હતા. હુમલાખોરને પકડવા માટે દોડયા હતા. મોહનભાઈ કુંડારીયા અને બીજા ગુજરાતી સંસદ સભ્ય મુંબઈના મનોજભાઈ કોટક અને અન્ય સંસદ સભ્યો પણ હુમલાખોર ને પકડવા માટે પહોંચી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application