એશિયા કપ 2024માં ભારતીય મહિલા ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન મહિલા ટીમને 7 વિકેટથી હરાવી હતી તો બીજી મેચમાં 76 રનના તફાવતથી UAEની મહિલા ટીમને માત આપી છે. આ મેચમાં UAEની કેપ્ટન ઈશા રોહિત ઓજાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને મોટો સ્કોર બનાવ્યો.
UAE સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે જોરદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. હરમનપ્રીતે 66 રન અને રિચા ઘોષે 64 રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનર શેફાલી વર્માએ 37 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ભારતીય મહિલા ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય મહિલા ટીમે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 200 પ્લસ રન બનાવ્યા છે. આ પહેલા ક્યારેય બન્યું ન હતું. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 201 રન એ ભારતીય મહિલા ટીમનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ છે.
201 રન એ મહિલા ટી20 એશિયા કપના ઈતિહાસમાં કોઈપણ ટીમનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ભારતીય મહિલા ટીમે પોતાનો જ બે વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ભારતીય મહિલા ટીમે વર્ષ 2022માં મલેશિયાની મહિલા ટીમ સામે 181 રન બનાવ્યા હતા.
T20 ઇન્ટરનેશનલમાં ભારતીય મહિલા ટીમના સર્વોચ્ચ સ્કોર:
UAE સામે-201 રન
ઈંગ્લેન્ડ સામે - 198 રન
ન્યુઝીલેન્ડ સામે - 194 રન
ઓસ્ટ્રેલિયા સામે - 187 રન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરમાં બિમારીથી કંટાળી વેપારી યુવાને જીવાદોરી ટુંકાવી
May 09, 2025 12:46 PMજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMધોરણ 10 માં હળવદ મંગલમ વિદ્યાલય નો ડંકો વાગ્યો..
May 09, 2025 12:35 PMભારત-પાક યુદ્ધ : રાજકોટમાં જૈન અને રાજપૂત સમાજે ભેગા મળી દેશના સૈનિકો માટે પ્રાર્થના કરી
May 09, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech