‘આજકાલ’ને આશિર્વાદ આપતા પૂ.શંકરાચાર્યજી

  • February 04, 2023 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લગભગ અઢી-ત્રણ દાયકા સુધી શારદા મઠના દંડી સ્વામી રહ્યા બાદ બ્રહ્મલીન પૂ.સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ બાદ શારદા મઠના શંકરાચાર્ય તરીકે પીઠાધિશ્ર્વર બનેલા શંકરાચાર્ય પૂ.સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ જામનગરની મુલાકાતે આવ્યા છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રેરક ઉપસ્થિતિ આપી છે ત્યારે આ તકે આજકાલ સાંઘ્ય દૈનિકને એમણે ખાસ મુલાકાત આપી હતી અને આજકાલનું પઠન કરીને આશિર્વાદ પાઠવ્યા હતાં, આજકાલની પ્રગતિના ખુદ સાક્ષી એવા પૂ.શંકરાચાર્યજી સાથે આજકાલનો અઢી દાયકા જુનો નાતો છે, જયારથી તેઓ દંડી સ્વામી હતાં ત્યારથી આજકાલ સાથે જોડાયેલા છે અને પૂ.શંકરાચાર્યજીએ આજકાલ દૈનિકને ચોમેર વિકાસ માટે સવિશેષ આશિર્વાદ આપ્યા હતાં. 


શ્રી સિઘ્ધેશ્ર્વર મહાદેવ પંચદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા  જગતગુરૂ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના શિષ્ય અને અનંત શ્રી વિભુષીત દ્વારકા પીઠાધિશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્યજી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે કહ્યું હતું કે, આજકાલ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજકાલ સાથે તો મારો જુનો નાતો છે, ધાર્મિક સમાચારો આપવામાં આજકાલ હંમેશા અગ્રેસર રહે છે અને આજકાલના સુંદર પ્રિન્ટીંગ માટે આજકાલના માલિકોનું હું અભિનંદન આપું છું.


પૂ.શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીએ આજકાલનું રસપૂર્વક વાંચન કરીને કયાં-કયાંથી આવૃતિ બહાર પડે છે ? તે અંગે પણ જાણકારી મેળવી હતી, એટલું જ નહીં આજકાલને આશિર્વાદ આપીને કહ્યું હતું કે, તમારી તમામ આવૃતિ વધુને વધુ સફળ રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના કરૂ છું અને કહ્યું હતું કે, આજકાલ સાથેનો જુનો નાતો હોવાના કારણે હું આ અખબાર વધુને વધુ પ્રગતિ કરે તેવી  શુભકામના પાઠવું છું.


ગઇકાલે પૂ.શંકરાચાર્યજીએ શ્રોતાઓને કેટલીક રસસભર વાતો કહી હતી અને લોકોને એક પછી એક આશિર્વાદ આપ્યા હતાં, દરેડ ખાતે બ્રહ્મ એજયુ.ટ્રસ્ટ દ્વારા સ્કુલ ચાલે છે તેની પણ પ્રશંસા વ્યકત કરી હતી, તેમના નિવાસ સ્થાનના બાંધકામથી પણ તેઓ ખુબ જ ખુશ થયા હતાં, થોડા દિવસ પહેલા પણ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ઘેર પૂ.શંકરાચાર્યજીએ આજકાલના સિનીયર હિરેન ત્રિવેદી સાથે વાતચીત કરી હતી અને આજકાલને આર્શિવાદ આપ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application