1999માં બનેલી કંધાર હાઇજેકની ઘટના આજે પણ યાદ કરવામાં આવી રહી છે. વેબ સિરીઝ IC 814 The Kandahar Hijack ના રીલીઝ પછી હાઈજેક સાથે જોડાયેલી યાદો તાજી થઈ ગઈ છે. લગભગ 25 વર્ષ પહેલા ત્રણ ખતરનાક આતંકીઓને હાઇજેક કરવાના બદલામાં છોડવામાં આવ્યા હતા. મુક્ત થયા બાદ આ આતંકવાદીઓએ ભારતને અનેક જખ્મો આપ્યા છે.
OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થયેલી વેબ સિરીઝ IC 814: The Kandahar Hijack વિવાદમાં છે. સીરીઝમાં રાખવામાં આવેલા આતંકવાદીઓના કોડ નેમને લઈને ઘણો વિવાદ થયો હતો. નેટફ્લિક્સે પણ આ અંગે સ્પષ્ટતા આપવી પડી હતી. જો કે સિરીઝ રિલીઝ થયા બાદ તેની સાથે જોડાયેલી અનેક લોકોની યાદો તાજી થઈ ગઈ છે.
લગભગ 25 વર્ષ પહેલા થયેલા કંધાર હાઇજેકના બદલામાં ભારત સરકારે ત્રણ ખતરનાક આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. જેમાં મસૂદ અઝહર, મુશ્તાક જરગર અને ઉમર શેખનો સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે આ આતંકીઓ આજે ક્યાં છે અને શું કરે છે.
મસૂદ અઝહર
ત્રણ આતંકીઓમાં મસૂદ અઝહર સૌથી ખતરનાક છે. મસૂદ અઝહર જમ્મુની કોટ ભલવાલ જેલમાં બંધ હતો. એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરનારા આતંકવાદીઓએ મસૂદને મુક્ત કરવાની માંગ કરી હતી. મસૂદે પોતાના સંગઠન જૈશ-એ-મોહમ્મદની પુનઃ સ્થાપના કરી. તેણે ભારતને ઘણા જખ્મો આપ્યા. મસૂદ ભારતીય સંસદ, મુંબઈ અને પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલામાં સામેલ હતો. એટલું જ નહીં, પુલવામા હુમલામાં પણ તેની સંડોવણીના પુરાવા છે. આ હુમલામાં CRPFના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. તાજેતરમાં તેમના મૃત્યુની અફવા પણ ઉડી હતી.
મુશ્તાક અહેમદ જરગર
જરગરની 15 મે 1992ના રોજ કંધાર હાઇજેક દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અને તેને મસૂદ અઝહર અને શેખ ઉમર સાથે મુક્ત કરવામાં આવ્યો હતો. મુસ્તાક જરગર કાશ્મીરી આતંકવાદી કમાન્ડર છે અને તે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન ચલાવી રહ્યો છે. તેણે ઘાટીમાં ઘણા આતંકવાદી જૂથો માટે લોકોની ભરતી પણ કરી છે. જરગર હાલમાં પાકિસ્તાનમાં રહે છે.
ઉમર શેખ
ઉમર શેખનું પૂરું નામ અહેમદ ઉમર સઈદ શેખ છે. શેખ પાકિસ્તાની મૂળનો બ્રિટિશ આતંકવાદી છે. 2002માં સઈદ શેખે વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લનું પાકિસ્તાનમાં અપહરણ કરીને હત્યા કરી હતી. કોર્ટે તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, પરંતુ વર્ષો પછી સિંધ હાઈકોર્ટે તેને ફાંસીની સજામાંથી મુક્ત કર્યો છે. કહેવાય છે કે તે હજુ જીવિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech