એક લાખથી વધુ ચેકડેમ મરામત માટે સ્વૈૈચ્છિક સંસ્થાઓને સોંપાશે

  • March 18, 2023 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારે ૮૦:૨૦ની પોલિસી જાહેર કરી: સુજલામ સુફલામ યોજના અંતર્ગત દોઢ મહિનાથી ચાલતી કામગીરીના નબળા પરિણામ બાદ સરકાર જાગી




ચોમાસાની સિઝન પહેલા સુજલામ સુફલામ યોજના અંતર્ગત એક ડેમ, અનુશ્રવણ તળાવો, જળાશયો ઐંડા ઉતારવા જેવા કામ તારીખ ૧ ફેબ્રુઆરી થી શ કરવામાં આવ્યા છે. આ કામગીરીના લેખાજોખા લેવા માટે સરકાર તરફથી મીટીંગ યોજવામાં આવી હતી અને તેમાં સમગ્ર રાયમાં ૦% થી માંડી ૩૬% સુધી નબળી કામગીરી થઈ હોવાનું ખુલતા સરકારે હવે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા ૮૦ :૨૦ ના ધોરણે ચેકડેમ મરામત કામગીરી અંગેની નવી  પોલીસી જાહેર કરી છે. નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપસચિવ દ્રારા આ સંદર્ભે એક ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં જણાવ્યું છે કે સમગ્ર રાયમાં વિવિધ યોજનાઓ થકી એક લાખ કરતા પણ વધુ એક ડેમ બનાવવામાં આવ્યા છે. આ ચેક ડેમ બનાવ્યા ને ઘણો લાંબો સમય પસાર થઈ ગયો હોવાથી સંખ્યાબધં ચેક ડેમ નુકસાન પામેલ છે. અનેકમાં સિલ્ટિંગ થયેલ છે. અગાઉ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના થકી તમામ જિલ્લામાં લોક ભાગીદારી થી ચેકડેમ બનાવવામાં આવ્યા હતા. હવે તે રીપેરીંગ કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા ૮૦ :૨૦ ના ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે.





સરકારે જાહેર કરેલી આ પોલીસીમાં વનવિસ્તાર સિવાયના તમામ વિસ્તારોને આ પ્રકારની કામગીરી માટે પસદં કર્યા છે. પાંચ વર્ષ કે તે પહેલા બનાવવામાં આવેલા હોય તેવા ચેક ડેમની મરામત કરી શકાશે. વધુમાં વધુ પિયા ૨૦ લાખની મર્યાદામાં અથવા તો ચેકડેમની મૂળ અંદાજિત કિંમત કરતા ૫૦% થી વધુ ન હોય તે મુજબ રીપેરીંગ કરી શકાશે. આ કામગીરીમાં રાય સરકારનો મહત્તમ ફાળો ૮૦ ટકા અને સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો ૨૦% રહેશે.





સરકારે આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓને સંસ્થાના વાર્ષિક ટર્ન ઓવરના આધારે તથા રજીસ્ટ્રેશન કેટલું જૂનું છે તેને ધ્યાનમાં રાખીને એ બી અને સી એવી ત્રણ કેટેગરી બનાવી છે. જે સ્વૈચ્છિક સંસ્થાઓ પાસે સિવિલ એન્જિનિયર નહીં હોય તો તેમણે એગ્રીમેન્ટ સમયે પોતે સિવિલ એન્જિનિયર રાખશે તેવી લેખિતમાં બાહેધરી આપવાની રહેશે. એક સંસ્થાને એક તાલુકામાં જ કામ આપવામાં આવશે અને આવા કામમાં વર્ક ઓર્ડરના તબક્કે કોઈ સિકયુરિટી ડિપોઝિટ લેવામાં નહીં આવે. જોકે સ્વૈચ્છિક સંસ્થાઓને સોપાયેલા કામ પેટા એજન્સીને આપી શકાશે નહીં. ૨૦ લાખ સુધીના ચેકડેમોની મરામત કરવાના કામ માટે વપરાતા કોન્ક્રીટ વગેરે મટીરીયલના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની પણ જરિયાત રહેશે નહીં. જીએસટી જે તે સંસ્થાએ ભરવાની રહેશે અને તે માટે સરકાર તરફથી કોઈ અલગથી ચુકવણું કરવામાં આવશે નહીં. ત્રણ વર્ષ દરમિયાન મરામત થયેલા કામને જો કોઈ નુકસાન થશે તો તેની જવાબદારી જે તે સંસ્થાની રહેશે અને તેમણે તેમના ખર્ચે ફરી સમારકામ કરવાનું રહેશે.



સુજલામ સુફલામ યોજના અંતર્ગત થઈ રહેલા કામમાં સમ ખાવા પૂરતી પ્રગતિ
ચેકડેમ,જળાશય, અનુશ્રવણ તળાવ વગેરે ઐંડા ઉતારવાની અને તેમાં ભરાયેલો કાપ કાઢવાની કામગીરી ગત તારીખ ૧ ફેબ્રુઆરીથી શ કરવામાં આવી છે. તેના પરિણામના લેખા જોખા લેવા માટે મળેલી બેઠકમાં જાહેર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ જળ સંપતિ વિભાગે અત્યાર સુધીમાં માત્ર ત્રણ ટકા કામગીરી કરી છે. પાણી પુરવઠા વિભાગ દ્રારા ૧૧ ટકા, ગ્રામ વિકાસ વિભાગ દ્રારા ૨૦% , વન અને પર્યાવરણ વિભાગ દ્રારા ૧૯ ટકા, શહેરી વિકાસ મહાનગરપાલિકા દ્રારા ૩૬ ટકા, નર્મદા નિગમ દ્રારા ૩૪% કામગીરી કરવામાં આવી છે. વોટરશેડના કામમાં માત્ર ૧૭%,શહેરી વિકાસ નગરપાલિકાના કામમાં ૧૩ ટકા, શિક્ષણ વિભાગ, પંચાયત અને ગ્રામીણ આવાસ વિભાગ, મહિલા અને બાળ વિભાગ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના કામમાં ઝીરો ટકા પ્રગતિ આજની તારીખે થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application