મોરબીના રવાપર નજીક ઇંગ્લિશ દારૂની ૫૭ બોટલો સાથે એક ઝડપાયો: એક ફરાર

  • January 13, 2023 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી: મોરબીના રવાપર નદી ગામની સિમ, માળીયા-મોરબી હાઇવેથી રવાપર નદી ગામ તરફ, કિયા સિરામિક પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની૫૭ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ મોરબીના રવાપર નદી ગામની સિમ, માળીયા-મોરબી હાઇવેથી રવાપર નદી ગામ તરફ, કિયા સિરામિક પાસે રોડપરથી આરોપી જીવરાજભાઈ હિરાભાઇ જીંજવાડીયા રહે. માણબા તા. માળીયા (મી) વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના હવાલાવાળીસી.એન.જી. રીક્ષા રજીસ્ટર જીજે નં૩૬ યુ ૮૦૧૬ કિં રૂ.૧,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલનંગ -૫૭ કિં રૂ.૨૧,૩૭૫ મળી કુલ કિં રૂ.૧,૨૧,૩૭૫ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સગોપાલભાઈ ગોરધનભાઇ કોળી રહે. ગજાનંદ સોસાયટી, પીપળી તા. મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવાતપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહીહાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application