ઓલા, ઉબેર,રેપિડોની બાઇક - ટેક્સીને ફટકો, સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ

  • June 12, 2023 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓલા,ઉબેર,રેપીડો જેવી કંપનીઓ વાહન વ્યવહારની સેવા આપે છે.જેના દ્વારા ઘણા લોકોને રોજગારી મળે છે.પરંતુ રાજ્ય સરકારે અરજી કરી હતી કે આવી સેવા આપતી કંપનીઓ પર પ્રતિબંધ લગાવામાં આવે.આથી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે દિલ્હીમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓની બાઇક સેવા પર પ્રતિબંધ લગાવામાં આવે.


દિલ્હીમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓની બાઇક સેવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી રાજ્ય સરકારની અરજી પર સુનાવણી કરતી વખતે કેબ એગ્રીગેટર કંપનીઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશથી દિલ્હીમાં બાઇક ટેક્સી નહીં ચાલે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના વચગાળાના આદેશ પર રોક લગાવી દીધી છે.


સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ઉબેરના વકીલે કહ્યું કે 2019 થી ઘણા રાજ્યોમાં બાઇક સેવા માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, મોટર વ્હીકલ એક્ટ હેઠળ આના પર કોઈ પ્રતિબંધ નથી. ઉબરના વકીલે કહ્યું કે કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ ટુ-વ્હીલરનો કોમર્શિયલ ઉપયોગ માટે ઉપયોગ કરી શકાય છે.


તેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું વાહન કોઈની સાથે અથડાય અથવા અકસ્માત થાય તો વીમો આપવામાં આવે છે. ઉબેરના વકીલે કહ્યું કે ઉબેર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ આપે છે. 35 હજારથી વધુ ડ્રાઈવર તેમની આજીવિકા તેના પર નિર્ભર છે.ઉબેરના વકીલે કહ્યું કે દિલ્હી સરકાર માટે 4 વર્ષથી કોઈ પોલિસી નથી. જ્યાં સુધી દિલ્હી સરકાર પોલિસી બનાવવાની મંજૂરી ન આપે ત્યાં સુધી અમને રાહત આપવામાં આવે.


દિલ્હી સરકારના નિર્ણય પર સ્ટે આપતાં દિલ્હી હાઈકોર્ટે પોલિસી બહાર ન આવે ત્યાં સુધી કેબ એગ્રીગેટર કંપનીઓને બાઇક સર્વિસની છૂટ આપી હતી. જેની સામે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ફેબ્રુઆરી 2023માં દિલ્હી સરકારે ઓલા,ઉબેર અને રેપીડો જેવી કેબ એગ્રીગેટર કંપનીઓની બાઇક સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application