ઉનાળામાં તમારા શરીરને અંદરથી ઠંડુ અને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળાની આ કાળઝાળ મોસમમાં ઓટ્સ મેંગો સ્મૂધીની આ રેસીપી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઓટ્સ મેંગો સ્મૂધીની આ રેસીપી માત્ર હેલ્ધી જ નથી પણ ટેસ્ટી પણ છે. ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રીત.
ઓટ્સ મેંગો સ્મૂધી બનાવવા માટે, તમારે કેરી, ઓટ્સ, દૂધ, ખાંડ/મધ, દહીં અને બદામની જરૂર પડશે. સૌ પ્રથમ તમારે 4 કેરીને છોલીને તેના નાના-નાના ટુકડા કરવા પડશે. હવે તમારે એક પેનમાં 220 મિલી દૂધ સારી રીતે ગરમ કરવાનું છે. જ્યારે દૂધ ગરમ થઈ જાય, તમારે તેમાં 30 ગ્રામ ઓટ્સ ઉમેરવાનું છે.
ઓટ્સને થોડીવાર રાંધ્યા પછી ગેસ બંધ કરી દો. હવે તમારે તેમાં 60 ગ્રામ ખાંડ અથવા મધ ઉમેરીને સારી રીતે મિક્સ કરવાનું છે. આ મિશ્રણને થોડીવાર માટે ઠંડુ થવા દો. ઓટ્સ મેંગો સ્મૂધીનો સ્વાદ વધારવા માટે, 10 બદામને બ્લેન્ડરમાં બારીક પીસી લો. હવે તમારે ઝીણી સમારેલી કેરી, ઓટ્સ, બદામ, ખાંડ અને 320 મિલી દહીંને બ્લેન્ડ કરવાનું છે. ધ્યાનમાં રાખો કે તમારે તેને ત્યાં સુધી બ્લેન્ડ કરવાનું છે જ્યાં સુધી આ બધી વસ્તુઓનું મિશ્રણ સ્મૂધ ન થઈ જાય.
ઓટ્સ મેંગો સ્મૂધી તૈયાર છે. હવે તેને તરત જ ઠંડુ થવા માટે રેફ્રિજરેટરમાં રાખો. જ્યારે તમે આ ચિલ્ડ ઓટ્સ મેંગો સ્મૂધીનો સ્વાદ ચાખશો, ત્યારે દીલ ખુશ થઈ જશે. આ સ્મૂધી પીધા પછી તમે તાજગી અનુભવશો. જો તમે ઈચ્છો તો ઓટ્સ મેંગો સ્મૂધીને ફ્રીઝરમાં ફ્રીઝ કરીને પણ ટ્રાય કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ઓફિસે મોડા આવવા પર 200 રૂપિયાનો દંડ', બોસને જ ભારે પડ્યો પોતાનો નિયમ !
June 26, 2024 08:48 PMજામનગરમાં સાધના કોલોની બીજા ગેટ પાસે ફરસાણની દુકાનમાં લાગી આગ
June 26, 2024 07:26 PMજામનગર મહાનગરમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
June 26, 2024 06:15 PMજામનગર: નવ વર્ષના બાળકના મોત અંગે DYSPએ વિગતો આપી
June 26, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech