મહાત્મા ગાંધી મ્યુઝિયમના મુલાકાતીઓમાં દેશી કરતા વિદેશીની સંખ્યા વધવા લાગી !

  • July 07, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહાત્મા ગાંધી મ્યુઝિયમના મુલાકાતીઓમાં દેશી કરતા વિદેશી મુલાકાતીઓની સંખ્યા વધવા લાગી છે. ગાંધીયન સર્કિટમાં રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમનો ઉલ્લેખ હોય રાજકોટ આવતા વિદેશી મુસાફરો અચૂક મહાત્મા મ્યુઝિયમની મુલાકાત લ્યે છે.



જૂન ૨૦૨૩ના માસમાં વિવિધ દેશનાં કુલ ૨૭ વિદેશી મુલાકાતીઓ સહિત ૨૬૯૭ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઇ મહાત્મા ગાંધીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી હતી. જૂન ૨૦૨૩માં ૨૬૯૭ મુલાકાતીએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી જેમાં વિવિધ ૪ સ્કુલના ૩૫૦ બાળકોએ પણ સમાવેશ થાય છે.વિશેષમાં ઓક્ટોબર-૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૬૩,૬૮૩ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. અલબત્ત હવે દેશના લોકો કરતા વિદેશી મુલાકાતીની સંખ્યા વધવા લાગી છે. ગત મહિને વિદેશી મુલાકાતીમાં ન્યુઝીલેન્ડથી ૧, યુ.એસ.એ.થી ૯, ફ્રાંસથી ૪, અલબાનીયાથી ૨ , જર્મનીમાં ૪, સ્વિટ્રઝર લેન્ડથી ૨, સિરીયામાં ૨, ચેક રિપબ્લિકમાંથી ૨, મડાગાસ્કરથી ૧ મુલાકાતી આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application