સરકારી તંત્રની ભૂલ પર નવીનવેલી દુલ્હન પરિણીતીને છોડવું પડશે પતિનું ઘર, કોર્ટે આપ્યો આદેશ

  • October 07, 2023 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપ સાંસદ રાઘવ ચઢ્ઢાને છોડવું પડશે ઘર

તમને ટાઇપ ૭ બંગલામાં રહેવાનો અધિકાર નથી : કોર્ટ



આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આમ આદમી પાર્ટીના પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને તેમનો ટાઈપ ૭ બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યસભા સચિવાલયના વકીલે દલીલ કરી હતી કે રાજ્યસભાના સાંસદ હોવાના કારણે રાઘવ ચઢ્ઢાને ટાઈપ ૬ બંગલો ફાળવવાનો અધિકાર છે, જ્યારે તેઓ ટાઈપ ૭ બંગલામાં રહે છે. રાજ્યસભા સચિવાલય દ્વારા ભૂલથી તેમને ટાઈપ-૭ બંગલો ફાળવવામાં આવ્યો હતો. જેઓ પ્રથમ વખત સાંસદ બને છે તેમને ફ્લેટ અથવા ટાઇપ ૬ બંગલો ફાળવવામાં આવે છે.


પટિયાલા હાઉસ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે અરજદાર રાજ્યસભાના સાંસદ તરીકેના તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન બંગલામાં રહેવાના અધિકારનો દાવો કરી શકે નહીં. જો તેમની ફાળવણીનો અસ્વીકાર કરવામાં આવે તો તેઓએ ઘર ખાલી કરવું પડશે. રાઘવ ચઢ્ઢાએ બંગલો ખાલી કરવાના કેસમાં કોર્ટમાં આપેલો વચગાળાનો સ્ટે હટાવી લેવામાં આવ્યો છે.


રાજ્યસભાના સાંસદ બન્યા બાદ રાઘવ ચઢ્ઢાને દિલ્હીના પંડારા રોડ પર સ્થિત ટાઈપ-૭ બંગલો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ થોડા દિવસો પછી ખબર પડી કે રાઘવ ચઢ્ઢા પહેલીવાર સાંસદ બન્યા છે. તેના માટે અધિકૃત નથી. નિયમ મુજબ પહેલીવાર સાંસદ બનેલા નેતાઓને સરકારી ફ્લેટ ફાળવવામાં આવે છે. પોતાની ભૂલ સુધારીને રાજ્યસભા સચિવાલયે સાંસદ ચઢ્ઢાને બંગલો ખાલી કરવાની નોટિસ આપી હતી, જેને રાઘવ ચઢ્ઢાએ પડકારી હતી અને કહ્યું હતું કે એક વખત તેમને સાંસદ તરીકે બંગલો ફાળવવામાં આવ્યા બાદ તેઓ જ્યાં સુધી સાંસદ ન હોય ત્યાં સુધી તેને ખાલી કરી શકે નહીં. પટિયાલા હાઉસ કોર્ટે રાજ્યસભા સચિવાલયનો બંગલો ખાલી કરવાના આદેશને યથાવત રાખ્યો છે.



આ નિર્ણય મનસ્વી, મને નિશાન બનાવવા માટે આ વલણ : રાઘવ ચઢ્ઢા

સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે કોઈપણ સૂચના વિના યોગ્ય રીતે ફાળવવામાં આવેલા સત્તાવાર નિવાસને રદ કરવું એ મનસ્વી છે. રાજ્યસભાના ઈતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના છે કે રાજ્યસભાના એક સભ્યને સરકારી બંગલામાંથી હટાવવાની માગણી કરવામાં આવી રહી છે, તેમ છતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી ત્યાં રહે છે અને રાજ્યસભાના સભ્ય તરીકેનો તેમનો કાર્યકાળ હજુ ૪ વર્ષ કરતા વધુ બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યસભા સચિવાલયે પોતે જ તે આવાસ ફાળવ્યું હતું. કોઈપણ કારણ વગર ફાળવવામાં આવેલ આવાસ રદ કરવું એ દર્શાવે છે કે આ કાર્યવાહી મને નિશાન બનાવવા માટે કરવામાં આવી છે કારણ કે હું નિર્ભયપણે પંજાબ અને ભારતના લોકોનો અવાજ ઉઠાવું છું. આ માટે મારે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે, હું લોકોનો અવાજ ઉઠાવતો રહીશ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application