આવતીકાલથી થશે નવા જંત્રીદરની અમલવારી : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે અમલવારી 6 મહિના પાછી ઠેલવવા CMને લખ્યો પત્ર 

  • April 14, 2023 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજય સરકાર દ્વારા નવા જંત્રી દરમાં વિસંગતતાઓ હોય તે દુર કરવા અંગે જંત્રી વધારાના રાજયના વિકાસ લક્ષી નિર્ણયને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે. સાથો સાથ સમગ્ર રાજયમાં પણ આ નિર્ણયની છેલ્લી તારીખ ૧૫-૪-૨૦૨૩ હોય તેમજ સરકારે જાહેર કરેલા નિર્ણયનો સમયગાળો ખૂબ જ ટૂંકો હોય સરકારે વ્યવસ્થિત પણે અને સારી રીતે નિર્ણય લેવો હોય તો દરેક જીલ્લા વાઇઝ કલેકટરની અધ્યક્ષતામાં નીચલા સ્ટાફ પાસેથી જંત્રીના દરની સર્વેની કામગીરી લઈ અને આ નિર્ણય કરવામાં આવે તો જ આ નિર્ણય ખરા અર્થમાં ખેડૂતો તેમજ વેપારીઓને હિત કરતા ગણાશે અને સરકારના કામગીરીના વિકાસમાં દીવાદાંડી સમાન ગણાશે.


આથી આમ જનતાને મુશ્કેલી ન પડે અને સરકારે જંત્રીનો દર એવરેજ કરી નિર્ણય કર્યા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી જે બીન વ્યવહારૂ ગણાશે જંત્રીના દરની ચોકકસ પણે ખાત્રી કરવા માટે આજની તારીખથી રેવન્યુ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓને કામે લગાડવામાં આવે તો પણ ૬ મહિનાનો સમયગાળો લાગે અને આમેય હમણાં જ ગુજરાત રાજયમાં બીન ખેતીના કેસો તા.૧૫-૪-૨૦૨૩ સુધીમાં પુરા કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટ જણાવેલ છે. જે પ્રેકટીકલી શકય નથી. ઉલ્ટામાં નવા લીટીગેશનો ઉભા થશે.

હાલમાં સરકાર દ્વારા જંત્રીના સર્વેની કામગીરી હાથ ધરાયેલી જ છે. પણ દરેક શહેરની એરીયાવાઈઝ એરીયામાં રેસીડેન્સીઅલ, કોમર્શીયલ કે ઇન્ડસ્ટ્રીઅલ વાઈઝ તેમજ દરેક જીલ્લા શહેરી વિકાસ સતા મંડળના એરીયાવાઇઝ કે એરીયા બહારના તાલુકાઓ કે ગ્રામ્યના સ્થળ ઉપર સર્વે નંબર વાઈસ નવી જંત્રીના દર રજુ કરવા એ ઘણું જ કઠીન તેમજ ક્રીટીકલ કામ હોય આના સમાધાન અંગે સમય મર્યાદા એ જ આની દવા હોય. જો ૬ મહિનાનો સમય વધારી સરકાર ઘટતું કરશે તો મોટાભાગની જંત્રીમા રહેલી વિસંગતતાઓ દૂર થશે. તેમજ ગુજરાત સરકારને પોતાની રેવન્યુ આવકમાં અણધર્યો વધારો થશે જે સરકારે કલ્પનામાં પણ વિચાર્યું ન હોય. 
​​​​​​​

સરકારે એ પણ વિચારવું જોઈએ કે જયા જંત્રીના દર વ્યાજબી છે ત્યાં વધારો ન કરવો જોઈએ. અને આજની બજારે જયા જંત્રીના દર બરોબર હોય તેવી જ્ગ્યાએ હાલના જંત્રીના દર તે મુજબ યથાવત રાખવા જોઇએ.

હાલમાં સરકારએ સગવડતાના ભાગરૂપે તા.૧૫-૪-૨૦૨૩ સુધીમાં કોઇપણ મિલ્કતના સોઘનું રજીસ્ટ્રેશન કરાવી લે તો જુની જંત્રીનો નિયમ લાગુ પડશે. તેવો હુકમ કરમાવેલ છે. જે સરકારનું પગલું સરાહનીય છે. તેમજ હાલમાં તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ખૂબ જ વધારે ઘસારો જોવા મળે છે. અને સર્વર ડાઉનનાં રોજબરોજની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. જેથી લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. અને આમેય આ નિર્ણય ૬ મહિનાની મુદત વધારા સમાન ગણાય, તો શા માટે ૬ મહિનાનો મુદત વધારો ન આપવો ?

(૧) જો આ ૬ મહિનાનું એકસટેન્શન આપવામાં આવે તો ગુજરાત રાજયના કોઈપણ મેગા સીટીમાં કે જ્યા ઘણા વિસ્તારોમાં એરીયા મુજબના જયા ભાવ ઉંચા છે ત્યાં જંત્રીના દર નીચા છે. અને જયા ભાવ નીચા છે ત્યાં જંત્રીના દર ઉંચા છે. માટે આ વિસંગતતા દૂર કરી શકાય.

(ર) શહેરોના જુના વિસ્તારોમાં જંત્રીના દરો ઉચ્ચા છે તેમજ નવા વિકસીત વિસ્તારોમાં જંત્રીના દર નીચા છે. આથી જુના વિસ્તારોના જંત્રીનો દર યથાવત રાખવામાં આવે તો તે લોકોનો પણ સર્વાય થઈ શકે.

(૩) શહેરી વિકાસ સતા મંડળ નીચે આવતા જમીનમાં પણ ૪ પ્રકાર છે. ખેતી લાયક, બીન ખેતી લાયક, ગ્રીન ઝોન અને ઔધોગિક ઝોન. આમ ચારેય ઝોનમાં સર્વાંગી વિકાસ કરવો હોય તો ચારેય ઝોનની જંત્રી અલગ અલગ હોવી જોઈએ. જેમ કે બીન ખેતીલાયક તેમજ ગ્રીન ઝોનનો જંત્રીનો દર ખૂબ નીચો હોવો જોઇએ. શહેરી વિકાસ સતા મંડળ બહાર આવતા ગામડાઓમાં ઘણી જગ્યાએ ખેતીની જમીનમાં હાલના દરોમાં તેમજ જંત્રીના દરોમાં ખૂબજ મોટી વિસંગતતાઓ છે તે પણ દૂર કરવી જરૂરી છે.

(૪) કોઈપણ રાજ્યને વિકાસીલ કરવું હોય તો સૌ પ્રથમ ગામડાથી વિકાસની શરૂઆત કરવી જોઈએ. આમ ગ્રામ્ય કક્ષાના ખેતીના જંત્રીના દરોને પ્રાયોરીટી આપી ગામડામાં જંત્રીના દરમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી જોઈએ. ગામડા સધ્ધર થશે તો શહેર સધ્ધર થશે જ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application