28 વર્ષ નાની અવનીત સાથેના કિસિંગ સીનના વિવાદ પર નવાઝુદ્દીને કાઢ્યો બળાપો, SRKનું નામ લઇ યંગસ્ટર્સને કર્યા ટ્રોલ

  • June 19, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંગના રનૌતની પ્રથમ પ્રોડક્શન ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' રિલીઝ માટે તૈયાર છે. પરંતુ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરના કિસિંગ સીનને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. હકીકતમાં, અવનીત કૌર અને અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી વચ્ચે 28 વર્ષનું અંતર છે અને આવી સ્થિતિમાં, ફિલ્મના ટ્રેલરમાં બંને લિપ-લોકિંગ જોઈને દર્શકો ખૂબ જ નિરાશ છે અને હવે તેઓ તેનો વિરોધ પણ કરી રહ્યા છે.


ગયા વર્ષે જ્યારે ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' માટે અવનીત અને નવાઝુદ્દીનની જોડીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી લોકોએ તેની ટીકા કરવાનું શરૂ કર્યું હતું. આ તમામ ટીકાઓ પર હવે નવાઝુદ્દીન સિદ્દીકીની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે શાહરૂખનું ઉદાહરણ આપીને તેના અને અવનીતના કિસિંગ સીન પર સ્પષ્ટતા રજૂ કરી છે.


નવાઝુદ્દીને અવનીત સાથેના તેના સંબંધની સ્પષ્ટતા કરી અને પૂછ્યું કે આમાં કોઈ સમસ્યા કેમ? તેણે કહ્યું- 'રોમાંસની કોઈ ઉંમર હોતી નથી, સમસ્યા એ છે કે યુવાની સાથે કોઈ રોમાંસ બચ્યો નથી... અમે એ સમયથી છીએ જ્યારે રોમાંસ કંઈક અલગ જ હતો... અમે પ્રેમમાં રહીશું અને વર્ષો સુધી જીવીશું’

નવાઝુદ્દીને આગળ કહ્યું, 'આજે પણ શાહરૂખ ખાન રોમેન્ટિક રોલ કરી રહ્યો છે કારણ કે યુવા પેઢી 'નલ્લી' છે...તેઓ રોમાંસ નથી જાણતા..આજે બધું જ વ્હોટ્સએપ પર થાય છે, પછી તે પ્રેમ હોય કે બ્રેકઅપ.. આનું કારણ એ છે કે જે લોકો રોમાંસમાં જીવ્યા છે તેઓ રોમાંસ કરી શકે છે.

અવનીત કૌર કંગના રનૌતની મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે લીડ રોલમાં જોવા મળશે. ટીકુ વેડ્સ શેરુ એમેઝોન પ્રાઇમ પર 23 જૂન, 2023ના રોજ રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application