શિક્ષણ સમિતિના સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ: આવતા પખવાડિયે ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી

  • July 29, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૧૦ ઓગષ્ટ સુધીમાં ચેરમેન અને વા.ચેરમેનની નિયુક્તિ માટે એજન્ડા પ્રસિધ્ધ કરી મિટિંગ બોલાવશે




રાજકોટ મહાનગરપાલિકાની વિવાદિત અને બહુચર્ચિત બનેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નવા ચૂંટાયેલા ૧૨ સભ્યો, એક સરકાર નિયુક્ત સભ્ય અને બે બિન સરકારી સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થઇ જતા હવે ટૂંક સમયમાં જ ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે.



વિશેષમાં આ અંગે મેયર કમ ચૂંટણી અધિકારી ડો.પ્રદીપભાઇ ડવએ જણાવ્યું હતું કે આગામી તા.૧૦ ઓગષ્ટ સુધીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ માટે એજન્ડા પ્રસિધ્ધ કરી મિટિંગ બોલાવશે. આગામી પખવાડિયાના અંત સુધીમાં સમિતિના નવા પદાધિકારીઓ પડગ્રહણ કરી લ્યે તે મુજબ કાર્યવાહી કરવા આયોજન ગતિશીલ છે.



દરમિયાન નવા ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ હશે ? તે અંગેની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. અલબત્ત આખી શિક્ષણ સમિતિને ઘરે બેસાડી દઇને પ્રદેશએ નવી સમિતિની રચના કરાવી છે ત્યારે ચર્ચાતા નામો જ પદ સંભાળશે કે પદાધિકારીઓની પસંદગી ફરી અણધાર્યું થશે તે સવાલ અનુત્તર જ રહ્યો છે. આમ છતાં ચેરપર્સન પદ માટે વિક્રમભાઈ પૂજારા, પ્રવીણભાઇ નિમાવત અને રસિકભાઇ બદ્રકીયા તેમજ વાઇસ ચેરપર્સન પદ સંગીતાબેન છાયા અથવા જાગૃતિબેન ભાણવડીયાના નામો ચર્ચાઇ રહ્યા છે.


ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલા ૧૫ નામો

----- ચુંટાયેલા ૧૨ સદસ્યો-----

(૧) ઇશ્વરભાઇ મનુભાઇ જીતિયા

(૨) હિતેશભાઇ હસમુખરાય રાવલ

(3) સંગીતાબેન વિજયભાઇ છાયા

(૪) મનસુખભાઇ મુળજીભાઇ વેકરીયા

(૫) પ્રવીણકુમાર નાનાલાલ નિમાવત

(૬) વિક્રમ મનસુખલાલ પૂજારા

(૭) વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા

(૮ ) વિરમભાઇ કમાભાઇ સાંબડ

(૯) રસિકભાઇ દામજીભાઇ બદ્રકીયા

(૧૦) અજયભાઇ ગોપાલભાઇ પરમાર

(૧૧) જાગૃતિબેન સંદીપકુમાર ભાણવડીયા

(૧૨) સુરેશભાઈ નૌતમલાલ રાઘવાણી

-----સરકારી સદસ્ય----

(૧૩) રાજેશ જમનાદાસ માંડલીયા (વિભાગીય નાયબ નિરીક્ષક (વર્ગ-૧), સ્થાનિક ભંડોળ હિસાબ, રાજકોટ

------બિન સરકારી સદસ્ય---

(૧૪) જયદીપભાઇ જલુ

(૧૫) જગદીશભાઇ ભોજાણી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application