કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં છેલ્લા ઘણાં સમયથી અનિયમિત રીતે પાણી મળી રહ્યું છે, ભરઉનાળે પાણીની તકલીફના લીધે મહિલાઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે, શિયાળા અને ચોમાસા કરતા ઉનાળામાં પાણીનો વપરાશ પણ વધારે પ્રમાણમાં થતો હોવાથી પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાના કારણે અને એ પણ અનિયમિત રીતે મળતો હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે, આ બાબતે પાણી પૂરવઠા બોર્ડ તથા જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી ઉકેલ આવ્યો નથી.
કલ્યાણપુર તાલુકાના સોળ હજાર વસ્તી ધરાવતા રાણ ગામને નલ સે જલ યોજનાની બડી બડી વાતોની વચ્ચે છેલ્લા એક માસથી લોકોને નળમાં પાણીના દર્શન જ ન થતાં ગ્રામ્ય આગેવાને પાણી પૂરવઠા બોર્ડ અને કલેકટરને રજૂઆત કરી જળ સમસ્યા ઉકેલવા માંગણી કરી છે.
રાણ ગામના ભૂતળમાં મોળુ અને ખા પાણી નીકળે છે. આ બધાને મીઠા પાણી માટે નર્મદા યોજના પર અવલબિત રહેવું પડે છે. પણ સમસ્યા એ છે કે અગાઉ આઠ દસ દીવસે પાણી મળતુ હતુ. પણ છેલ્લા કેટલાય દિવસથી મતલબ કે ૩૦-૩૫ દિવસથી પાણી આપવામાં આવ્યું નથી લોકોએ નળમાં છેલ્લા એક માસથી નળમાં જળના દર્શન કર્યા જ નથી.
અહીના કુવા અને બોર નિર્જળ બની ગયા છે. અને જેને પાણી આવે છે. એને ખારૂ પીવા લાયક ન હોય એવુ પાણી આવે છે. અહી ખંભાળિયા દ્વારકા નર્મદા મેઈન લાઈનમાં ભાટીયા સમ્પમાં નર્મદાના નીર આવે છે અને એ પછી આગળ જુવાનપુર સમ્પમાં આવ્યા બાદ ગામડાઓને પાણી મોકલવામાં આવે છે. એવુ પણ સંભળાય છે કે જે ગામના આગેવાનો બોલકા હોય એને પાણી વધારે મળે છે અને જે ન બોલે એની ઉપેક્ષા કરીને પર્યાપ્ત પ્રમાણમાં પાણી આપવામા આવતું નથી. ગામની વસતીને માથા દિઠ સીતેર લીટર લેખે પાણીની જરિયાત રહે છે પણ અહી ગામના લોકોને એક લીટર પણ પાણી મળતું નથી.લોકો પાણીની શોધમાં જયાં ત્યાં વલખાં મારી રહ્યા છે. આ સમસ્યા આજકાલની નથી પણ છેક ૨૦૧૬થી ચાલતી આવે છે છતાં સંવેદનશીલ સરકાર કે સંવેદનશીલ અધિકારીઓએ કોઈજ ઉકેલ આપ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિક્ષકો માટે ખુશખબર! ગુજરાતમાં જિલ્લા ફેરબદલીનો માર્ગ મોકળો
November 09, 2024 09:06 PMગાંધીનગરમાં રોહિતાસ ચૌધરીએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ, એક કલાકમાં 722 પુશ અપ્સ કર્યા
November 09, 2024 08:58 PMછઠ પૂજાથી પરત ફરનારાઓને લઈને રેલવેનો મહત્વનો નિર્ણય, આ શહેરો માટે ત્રણ હજાર વિશેષ ટ્રેનો દોડાવાશે
November 09, 2024 08:56 PMદિલ્હીમાં જૂના વાહનો પર લટકી તલવાર, આ વાહનો સામે થશે કાર્યવાહી
November 09, 2024 08:54 PMજામનગર જિલ્લાના પેન્શનરોને ઘર આંગણે અને નજીકમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા ઉપલબ્ધ થશે
November 09, 2024 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech