ભારતની રહસ્યમયી જગ્યાઓ, વૈજ્ઞાનિકોને પણ નથી સમજી શક્ય અહીના રહસ્યો

  • June 28, 2023 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયામાં ઘણી રહસ્યમય જગ્યાઓ આવેલી છે. જેમાંથી કેટલીક ભારતમાં આવેલી છે. આપના દેશમાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ આવેલી છે જેના વિશેના રાઝને આજ સુધી કોઈ જાણી શક્યુ નથી. 

જેમ કે, ઉત્તરાખંડમાં દેવસ્થાન નામનું એક રહસ્યમય સ્થળ આવેલુ છે. તેનું કેન્દ્ર ઉત્તરાખંડમાં હિમાલયની ખીણોમાં આવેલું છે. ચૌકાવનારી બાબત એ છે કે સ્થુળ શરીર ધરાવતા લોકો ત્યાં એન્ટ્રી લઈ શકતા નથી.

ભારતમાં આવેલુ સુંદરવન દુનિયાના રહસ્યમય જંગલોમાંથી એક છે. આ જંગલમાં શાંતિ, રહસ્ય અને સાહસનો સમન્વય છે. કહેવાય છે કે આ જંગલોમાં મોટી સંખ્યામાં અલૌકિક શક્તિઓ રહે છે. આ ઉપરાંત નિધિવન પણ કઈક આવા જ કારણે જાણીતું છે. નીધીવનમાં રાત્રીના સમયે કોઈ પણ ને રોકાવાની માનીઈ છે.

અજંતા-ઇલોરાની ગુફાઓ વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદોના મતમતાંતર ભિન્ન છે. પુરાતત્વવિદો અનુસાર, આ ગુફાને ઓછામાં ઓછા 4 હજાર વર્ષ પહેલાં બનાવાઈ છે. માન્યતાઓ એવી પણ છે કે આ ગુફાઓ નીચે એક ગુપ્ત શહેર આવેલુ છે.

દ્વારકા ભારતના સૌથી જૂના શહેરોમાંથી એક છે. એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે દ્વારકા શહેર એક કાલ્પનિક શહેર છે. પ્રો. રાવ અને તેમની ટીમે 1979-80માં દરિયામાં 560 મીટર લાંબી દ્વારકાની દીવાલ શોધી કાઢી હતી. દ્વારકાના દરિયામાં ઘણા રહસ્યો ડુબેલા છે. કહેવાય છે કે દ્વારકાના દરિયામાં એક સોનાની નગરી છુપાયેલી છે.

આ ઉપરાંત રાજસ્થાનના કેટલાક કિલ્લો છે જેમાં આજે પણ અલૌકિક શક્તિઓ હોવાનો દાવો કરાયો છે. કેટલાક કિલ્લાઓમાં આજે પણ કોઈની આહાટો સંભળાય છે. ભાનગઢના કિલ્લો આ બાબતની સાક્ષી આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application