રહસ્યમય ખગોળીય ઘટના, આજે આકાશમાં દેખાશે કાળો ચંદ્ર !

  • May 19, 2023 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે આકાશમાં કાળો ચંદ્ર જોવા મળશે જેને અંગ્રેજીમાં બ્લેક મૂન કહે છે. આ રીતે દેખાતા ચંદ્રને સિઝનલ બ્લેક મૂન પણ કહેવામાં આવે છે. અહેવાલ મુજબ ચંદ્રના આ દર્શન સામાન્યરીતે 33 મહિનામાં એકવાર થાય છે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે સૂર્યના કિરણો ચંદ્રની પાછળની બાજુએ પડે છે, આ ઘટનાને બ્લેક મૂન કહેવામાં આવે છે. 


આ કાળો ચંદ્ર દુર્લભ છે અને દર 33 મહિનામાં લગભગ એકવાર જોવા મળે છે. વર્ષમાં મુખ્યત્વે ચાર ઋતુઓ અનુભવાય છે - વસંત, ઉનાળો, પાનખર અને શિયાળો. સામાન્ય રીતે દરેક ઋતુમાં ત્રણ મહિના અને ત્રણ નવા ચંદ્ર હોય છે. જ્યારે એક સિઝનમાં ચાર નવા ચંદ્ર હોય છે, ત્યારે ત્રીજા નવા ચંદ્રને બ્લેક મૂન કહેવામાં આવે છે.
​​​​​​​

બ્લેક મૂન એ ખગોળશાસ્ત્રીય શબ્દ નથી. તાજેતરના વર્ષોમાં, આ શબ્દ સોશિયલ મીડિયા, જ્યોતિષીઓ અને ધર્મના અનુયાયીઓ દ્વારા લોકપ્રિય થયો છે. સૂત્રો મુજબ, આગામી બ્લેક મૂન 2033 માં દેખાશે, જ્યારે છેલ્લો 2014 માં દેખાયો હતો. સમયના  તફાવતોને લીધે, આ બ્લેક મૂન્સ સમગ્ર વિશ્વમાં એક સાથે દેખાતો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application