"મસ્કના ટેસ્લા માટે મસ્કા ?", ટ્વીટર પર PM મોદીને ફોલો કર્યા બાદ યુઝર્સના અનેક તર્ક-વિતર્ક !

  • April 11, 2023 12:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં ઈલોન મસ્ક 195 લોકોને ફોલો કરે છે. જેના સ્ક્રીનશોટ હાલ વાઇરલ થઇ રહયા છે. આ સ્ક્રીનશોટમાં પીએમ મોદીનું નામ પણ સામેલ છે. ઈલોન મસ્ક 134.3 મિલિયન ફોલોઅર્સ સાથે ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા વ્યક્તિ છે. તેણે માર્ચના અંતમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. PM મોદી 87.7 મિલિયન ફોલોઅર્સ સાથે ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતાઓમાંના એક છે.

મસ્કના ફોલોઅર અપડેટ વિશેના સમાચાર એલોન એલર્ટ્સ નામના હેન્ડલ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ હેન્ડલ એલોન મસ્કના ટ્વિટર એકાઉન્ટની ગતિવિધિઓ પર નજર રાખે છે. આ ઘટનાક્રમે ટ્વિટર પર ચર્ચા જગાવી છે. કેટલાક યુઝર્સે કોમેન્ટ કરી છે કે આ એક સંકેત છે કે ટેસ્લા ટૂંક સમયમાં ભારત આવી રહ્યું છે. 

ઇલોન મસ્ક શા માટે પીએમ મોદીને ફોલો કરે છે તેના પર એક યુઝરે પ્રતિક્રિયા આપી. શું આપણે ત્યાં ટેસ્લા ફેક્ટરીની અપેક્ષા રાખી શકીએ? અન્ય યુઝરે કહ્યું કે અમે રાહ જોઈશું. કેટલાક યુઝર્સે કહ્યું કે પીએમ મોદી ભારતને વધુ સારો દેશ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે ટ્વીટ કર્યું, "આભાર એલોન મસ્ક! આપણા પીએમ મોદીજી આપણા દેશને વધુ સારા, સમૃદ્ધ, પ્રગતિશીલ અને લોકોનું જીવન બહેતર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એલોન મસ્ક પણ વિશ્વને સમજદાર, વર્તણૂક મુક્ત, સારા સમાજની ખાતરી અને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."


ગિનીસ વર્લ્ડ રેકોર્ડના એક રિપોર્ટ અનુસાર ટ્વિટર પાસે લગભગ 450 મિલિયન માસિક એક્ટિવ યુઝર્સ છે. બધા ટ્વિટર યુઝર્સમાંથી 30% ઇલોન મસ્કને ફોલો કરે છે. એલોન મસ્કએ ગયા વર્ષે ઓક્ટોબરના અંતમાં ટ્વિટર સંભાળ્યું હતું. ત્યારબાદ તેના લગભગ 110 મિલિયન યુઝર્સ હતા. પાંચ મહિનામાં આ સંખ્યા વધીને 134.3 મિલિયન થઈ ગઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application