મુંબઈ ભાજપના નેતા સોમૈયાના અશ્લીલ વિડીયોનો વિવાદ વકર્યો

  • July 19, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવસેના ઉદ્ધવ જૂથના નેતાઓ દ્વારા તપાસની મગની, પેનડ્રાઈવ સ્પીકરને સોંપાઈ



ભાજપના નેતા કિરીટ સોમૈયાની વિવાદિત વિડીયો ક્લિપ સામે આવ્યા પછી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાઈ ગયું છે. શિવસેના ઉદ્ધવ જૂથના ધારાસભ્ય અંબાદાસ દાવવેએ સ્પીકરને એક પેન ડ્રાઈવ આપી છે, જેમાં સોમૈયાના કથિત વિડીયો હોવાનું કહેવાયું છે. વિપક્ષોએ ભાજપના નેતા સામે કાર્યવાહી માગ કરી છે. બીજી તરફ, સોમૈયાએ આ મામલે પોતાનો બચાવ કર્યો છે.મહારાષ્ટ્ર ભાજપના નેતા કિરીટ સોમૈયાનો એક કથિત અશ્લીલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે પછી રાજ્યમાં રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ વિડીયો વાયરલ થયા પછી વિપક્ષોએ ભાજપના નેતાને ઘેર્યા છે અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. તો બીજી તરફ સોમૈયાનું કહેવું છે કે, આ વિડીયો તેમનો નથી. તેમણે કહ્યું કે, આ તેમને બદનામ કરવાનું રાજકીય કાવતરું છે.



એક ન્યૂઝ ચેનલ પર આ વિડીયો પ્રસારિત થયા પછી હંગામો મચી ગયો છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને શરદ પવારની નજીકના અનિલ દેશમુખે કહ્યું કે, વાયરલ વિડીયોની ગૃહ વિભાગ પાસે તપાસ કરાવવામાં આવે. તેમણે કહ્યું કે, વિડીયોની હકીકત સામે આવી જોઈએ. બીજી તરફ શિવસેના ઉદ્ધવ જૂથે આ મામલાને વિધાન પરિષદમાં ઉઠાવ્યો હતો. ઠાકરે જૂથના નેતાઓએ કહ્યું કે, કિરીટ સોમૈયાએ મહિલાઓનું શોષણ કર્યાની માહિતી અમારા સુધી પણ પહોંચી છે. આવા શખસને કેન્દ્ર સરકાર તરફથી સીઆઈએસએફની સુરક્ષા આપવામાં આવી છે. શું આ સુરક્ષાનો ઉપયોગ મહિલાઓનું શોષણ કરવા માટે કરવામાં આવે છે? અંબાદાસ દાનવેએ માગ કરી કે એ વાતની તપાસ થવી જોઈએ કે શું કોઈ મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવાયો છે કે કેમ?



તો, કિરીટ સોમૈયાએ વાયરલ વિડીયોને રાજકીય ષડયંત્ર જણાવતા કહ્યું કે, તેમણે આ સંબંધમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને વિડીયોની તપાસ કરવાની માગ કરી છે. તેમણે ટ્વિટ કરી કે, 'એક ન્યૂઝ ચેનલ પર મારો એક વિડીયો ક્લિપ દર્શાવાયો. દાવો કરાઈ રહ્યો છે કે, મેં ઘણી મહિલાઓને પરેશાન કરી છે.' તેમણે કહ્યું, એવું કહેવાઈ રહ્યું છે કે, આવા બીજા ઘણા વિડીયો છે અને મારી સામે ફરિયાદો મળી છે. મેં ક્યારેય કોઈ મહિલા સાથે ગેરવર્તન કર્યું નથી.


મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, કિરીટ સોમૈયાના કથિત વિડીયો અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ અંગે કંઈ છૂપાવવામાં નહીં આવે. તેમણે એમવીએના આરોપો પર કહ્યું કે, જો તેમની પાસે કોઈ જાણકારી કે મજબૂત પુરાવા છે, તો આપે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application