પંડ્યાના ધૂરંધર બોલર્સ સામે મુંબઈના બેટ્સમેન નબળા પડ્યા, ગુજરાત ટાઇટન્સની 55 રનથી શાનદાર જીત

  • April 26, 2023 12:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવી આ ટુર્નામેન્ટમાં પાંચમી જીત નોંધાવી છે. આ સાથે ગુજરાત આ સિઝનમાં 10 પોઈન્ટ મેળવનારી બીજી ટીમ બની ગઈ છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન 0રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે મુંબઈ સામે 208 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં મુંબઈની ટીમ 152 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.

ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવ્યું. આ સાથે ગુજરાત આ સિઝનમાં 10 પોઈન્ટ મેળવનારી બીજી ટીમ બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે છ વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી શુભમન ગિલે 56, ડેવિડ મિલરે 46 અને અભિનવ મનોહરે 42 રન બનાવ્યા હતા. અંતે રાહુલ તેવટિયાએ પાંચ બોલમાં 20 રન ફટકારીને ટીમનો સ્કોર છ વિકેટે 207 રન સુધી પહોંચાડ્યો હતો. મુંબઈ તરફથી પિયુષ ચાવલાએ બે વિકેટ ઝડપી હતી. ગ્રીન સિવાય બાકીના બોલરોને એક-એક વિકેટ મળી હતી.

208 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ નવ વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શકી હતી. નેહલ વાઢેરાએ સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ગ્રીને 33 અને સૂર્યકુમારે 23 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી નૂર અહેમદે ત્રણ વિકેટ ઝડપી હતી. રાશિદ ખાન અને મોહિત શર્માને બે-બે વિકેટ મળી હતી. હાર્દિક પંડ્યાને એક વિકેટ મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application