મોરબીની અણિયારી ચોકડી નજીકથી બે ટનથી વધુ શંકાસ્પદ લોખંડનો જથ્થો ઝડપાયો

  • February 23, 2023 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાના અણીયારી ચોકડી પાસેથી ટ્રેકટરમાં લોખંડનો મોટો જથ્થો લઇ જતા ઈસમને એસઓજી ટીમે ઝડપી લઈને ટ્રેકટર, લોખંડનો શંકાસ્પદ જથ્થો ૨ ટનથી વધુ સહીત કુલ ૩.૧૧ લાખનો મુદામાલ જ કરવામાં આવ્યો છે


એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અણીયારી ચોકડી પાસે ટ્રેકટર જીજે ૩૬ બી ૩૬૫૭ ની ટ્રોલીમાં લોખડં સળિયા ભરેલહોય જે બાબતે ટ્રેકટર ચાલક ભાનુભાઈ દેવદાનભાઈ રહે મયુરનગર તા. હળવદ વાળાને સળિયા બાબતે પૂછપરછ કરતા લોખંડનાસલીયનું બીલ ના હોય તેમજ ટ્રેકટરના આધાર પુરાવા ના હોવાથી ટ્રેકટર અને ટ્રોલી કીમત  ૨ લાખ અને બીલ વગરના લોખંડનાસળિયા વજન ૨૨૩૦ કિલોગ્રામ કીમત  ૧,૧૧,૫૦૦ મળીને કુલ  ૩,૧૧,૫૦૦ નો શંકાસ્પદ મુલાકાત કબજે લીધો હતો અને આરોપીભાનુભાઈ દેવદાનભાઈ ડાંગર (ઉ.વ.૩૪) રહે મયુરનગર તા. હળવદ વાળાને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ મથકમાં સીઆરપીસીકલમ ૪૧ (૧) ડી મુજબ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં એસઓજી પીઆઈ એમ પી પંડા, પીએસઆઈ કે આર કેસરિયા, એમ એસ અંસારી, રણજીતભાઈ બાવડા, રસિકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઈ જોગરાજિયા, મહાવીરસિંહ પરમાર, શેખાભાઈ મોરી, જુવાનસિંહ રાણા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, આશીફભાઈ રાઉંમાં, કમલેશભાઈ ખાંભલીયા, અંકુરભાઈ ચાંચુ, અશ્વિનભાઈ લોખીલસહિતની ટીમ જોડાયેલ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application