ગઇકાલનો દિવસ રાજકોટવાસીઓને અને ગુજરાતના તમામ સંવેદનશીલ નાગરિકોને ક્યારેય નહીં ભૂલાય. રાજકોટમાં બેદરકારીના દાવાનળમાં અનેક પરિવારો હોમાયા છે. શહેરના જાણીતા ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે 32 લોકોના મોત થયા છે આંકડો હજુ પણ વધી શકે તેમ છે. આ ઘટના એટલી ભયાવહ હતી કે મૃતદેહોની ઓળખાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડશે.
આ દિવસો પૂજ્ય મોરારીબાપુની કથા ગોંડલમાં ચાલતી રહી છે, આ દરમિયાન આ કરુણ સમાચાર પ્રાપ્ત થતાં તેમણે કથા વિરામના દિવસે કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને સાઘુ સંતોને સાથે રાખીને વ્યાસપીઠેથી આગની ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને કથાના મનોરથી પરિવાર તથા સૌ શ્રોતાઓને સાંકળી તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા ૫,૦૦,૦૦૦ (પાંચ લાખનું ) તુલસીદલ સમર્પિત કર્યું છે.
વિરપુરના પૂજ્ય જલારામ બાપા પરિવારના શ્રી ભરતભાઈ ચાંદરાણી દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. કથા પ્રારંભે પૂજ્ય મોરારીબાપુએ રામનામની ધૂન બોલાવી, રામરક્ષા સ્તોત્રનાં મંત્રોચ્ચાર સાથે અને અત્યંત આર્દ્ર હ્રદયે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી. પૂજ્ય મોરારીબાપુએ દિવંગત થયેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech