મોહન યાદવ બનશે મધ્યપ્રદેશના નવા CM, નરેન્દ્રસિંહ તોમર બનશે સ્પીકર

  • December 11, 2023 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ બનશે. આજે વિધાનસભ્ય દળની બેઠકમાં ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે નરેન્દ્ર સિંહ તોમરને સ્પીકર બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં પણ બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને ડેપ્યુટી સીએમ પડે નિયુક્ત કરાયા છે.


આ પહેલા નિરીક્ષકોએ મધ્યપ્રદેશના સીએમનું નામ નક્કી કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી હતી. આ પછી, નિરીક્ષક હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, બીજેપી સાંસદ કે લક્ષ્મણ અને પાર્ટીના નેતા આશા લાકરાએ ભોપાલમાં રાજ્યના મુખ્યાલયમાં ધારાસભ્યો સાથે બેઠક કરી. જેમાં સીએમના નામને મંજુરી આપવામાં આવી હતી.
​​​​​​​

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી છે. આ પછી, અહીં સીએમ ચહેરાને લઈને ચર્ચા શરૂ થઈ. શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર, રાકેશ સિંહ, કૈલાશ વિજયવર્ગીયના નામ પણ સીએમ પદની રેસને લઈને ચર્ચામાં હતા.

ભોપાલમાં ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક પહેલા ધારાસભ્યોએ ફોટો સેશન પણ કર્યું હતું. અહીં, રાજ્યના ત્રણ નિરીક્ષકો, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, બીજેપી સાંસદ કે લક્ષ્મણ અને પાર્ટીના નેતા આશા લાકરા સાથે શિવરાજ સિંહ ચૌહાણ, વીડી શર્મા, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ અને તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો હાજર હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application