મોદીના બાળગોઠિયા મુસ્લિમ બિરાદરે સિડનીના કાર્યક્રમની જવાબદારી લીધી

  • May 19, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મંગળવારે સિડનીમાં મોદીના સ્વાગત માટે ભવ્ય કાર્યક્રમ થશે: કાર્યક્રમના આયોજકોમાં પીએમ મોદીના મિત્રોનો સમાવેશ



ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત કવાડ સમિટ રદ કરવામાં આવી છે, પરંતુ પીએમ મોદી તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સાથે દ્રિપક્ષીય બેઠક અને બિઝનેસ મીટિંગ્સ સહિત અન્ય કાર્યક્રમો માટે સિડની જશે. પીએમ એન્થોની અલ્બેનિસે પુષ્ટ્રિ કરી. એબીસી રેડિયો સાથે વાત કરતાં તેમણે કહ્યું, પીએમ નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે મારી સાથે દ્રિપક્ષીય બેઠક માટે અહીં આવશે. તેમણે વધુમાં કહ્યું, હત્પં સિડનીમાં પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સુક છું.





મળતી માહિતી અનુસાર,  પીએમ મોદી ૨૩ મેના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાનારા કાર્યક્રમમાં તેમના બાળપણના એક મિત્રને પણ મળશે. ૨૩ મેના રોજ સિડનીના ઓલિમ્પિક પાર્કમાં કુડોસ બેંક એરેના ખાતે એક સમુદાય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સમય અનુસાર સવારે ૧૦ વાગે થશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં ૨૫ હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જણાવવામાં આવ્યું છે કે જે સંસ્થા આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે તેમાં પીએમ મોદીના બાળપણના મિત્ર અબ્બાસભાઈ રામસદાનો સમાવેશ થાય છે.





પીએમ મોદીએ પોતાના એક બ્લોગમાં મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યેા હતો. પીએમ મોદીએ તેમની માતા હીરાબાના ૧૦૦મા જન્મદિવસ પર એક બ્લોગ લખ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે અબ્બાસ બાળપણમાં તેના ઘરે રહેતો હતો.





એક વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે કે ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન પીએમ મોદીના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમના સન્માનમાં એક સામુદાયિક રિસેપ્શનનું આયોજન કરશે અને તેનું આયોજન કરશે. આ ઇવેન્ટ ઓસ્ટ્રેલિયા સ્થિત ભાગીદાર સંસ્થાઓ અને સ્થાનિક સ્વયંસેવકોના સહયોગથી આયોજિત કરવામાં આવી રહી છે.




ઓસ્ટ્રેલિયાના બદલે આ અઠવાડિયે જાપાનના હિરોશિમામાં જી–૭ સમિટમાં કવાડ ગ્રૂપના નેતાઓ વિશે વાત થવાની સંભાવના છે. વિદેશ સચિવ વિનય કવાત્રાએ ગુવારે (૧૮ મે) આ અંગે માહિતી આપી હતી. આ કોન્ફરન્સમાં પીએમ મોદી, યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન, જાપાનના વડાપ્રધાન યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ હાજરી આપશે.જી –૭ સમિટ દરમિયાન, કવાડના સભ્ય દેશોના નેતાઓ અલગ સમયે વાતચીત કરશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application