ટેકરીઓમાં છુપાઈને આતંકવાદીઓએ પોલીસ બેરેક પર ફાયર કર્યા રોકેટ લોન્ચર, ચાર પોલીસકર્મી ઘાયલ

  • December 31, 2023 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મણિપુરના સરહદી શહેર મોરેહમાં, શનિવારે (30 ડિસેમ્બર) રાત્રે આતંકવાદીઓએ મણિપુર પોલીસ કમાન્ડો પર તેમની બેરેકની અંદર હુમલો કર્યો હતો. જેમાં ચાર કમાન્ડો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન હુમલામાં સામેલ આતંકવાદીઓએ રોકેટ કંટ્રોલ ગ્રેનેડ (RPG) પણ છોડ્યા હતા. આ હુમલામાં પોલીસ બેરેકને નુકસાન થયું છે. જો કે ઘાયલ ચાર કમાન્ડોને સામાન્ય ઈજા થઈ છે.


અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ એક દિવસમાં બે વખત હુમલો કર્યો. પ્રથમ, ઇમ્ફાલ-મોરેહ હાઇવે પર મુસાફરી કરી રહેલા મણિપુર કમાન્ડોના અન્ય યુનિટ પર દિવસ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. થોડા કલાકો બાદ મોરેહમાંથી કમાન્ડો પર હુમલાની માહિતી મળી હતી. શનિવારે બપોરે લગભગ 3.45 વાગ્યે કાફલા પર ભારે ગોળીબાર થતાં એક કમાન્ડો ઘાયલ થયો હતો. આ પછી, મધ્યરાત્રિએ પોલીસની બાઇક પર બીજો મોટો હુમલો થયો, જેના માટે રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો.


અધિકારીએ કહ્યું, “બપોરના સમયે બનેલી ઘટના બાદ સ્થિતિ નિયંત્રણમાં હતી. પરંતુ મધ્યરાત્રિની આસપાસ આતંકવાદીઓએ બેરેકની અંદર સૂઈ રહેલા કમાન્ડો પર હુમલો કરવા માટે આરપીજી ફાયરિંગ કર્યું અને ગોળીબાર કર્યો. જેમાં ચારને નાની-મોટી ઈજાઓ થઈ હતી. વિસ્ફોટકોના વિસ્ફોટને કારણે તેમાંથી એકના કાનને નુકસાન થયું હોઈ શકે છે.



આ મામલાની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પહાડીઓમાં છુપાઈને હુમલા કર્યા હતા. રાત્રિના અંધકારમાં લગભગ અડધા કલાક સુધી બેરેક પર ગોળીબાર કર્યો. ચાર કમાન્ડોને નજીકની આસામ રાઈફલ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના બાદ આસામ રાઈફલ્સના ટોચના અધિકારીઓ ભારત-મ્યાનમાર સરહદ નજીક સરહદી શહેર મોરેહ માટે રવાના થઈ ગયા છે. શનિવારે બપોરથી મોરેહ હાઈ એલર્ટ પર છે.  મોરેહ તેંગનોપલ જિલ્લાના વહીવટી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application