જિલ્લા પંચાયતના કર્મચારીઓના પ્રશ્નો અંગે ડી.ડી.ઓ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

  • July 17, 2023 05:56 PM 

જિલ્લા પંચાયતના કર્મચારીઓના પ્રશ્નો – રજૂઆતોના નિરાકરણ સારૂ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વરિષ્ઠ અધિકારીઓ તથા કર્મચારી સંઘ અને વિવિધ મંડળો સાથેની બેઠક મળી 

આજે તા.૧૭/૦૭/૨૦૨૩ના રોજ જિલ્લા પંચાયતના તમામ વરિષ્ઠા અધિકારીઓ તેમજ પંચાયત કર્મચારી સંઘના હોદેદ્દારો અને વિવિધ કર્મચારી મંડળોના પ્રતિનીધિઓ સાથે કર્મચારીઓના પડતર પ્રશ્નો / રજુઆતો માટે બેઠક મળી હતી.
 

જેમાં પંચાયતની તમામ કેડરો (પ્રાથમિક શિક્ષકો, તલાટીઓ, વિસ્તરણ અધિકારીઓ, આરોગ્ય કર્મીઓ, હિસાબી અને વહીવટી કારકૂનો, મુખ્ય સેવિકા, ટેકનીકલ કર્મચારીઓ, પટાવાળા) તરફથી આવેલ રજુઆતો જેમાં મુખ્યત્વે;


 કર્મચારીઓની માંગણી મુજબની બદલીઓ કરવા, વિવિધ કેડરના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા પાસ કરવાની શરતે શરતી બઢતી આપવા, DRDAની એબિયન્સમાં ગયેલ જગ્યાઓ પુન:જિવીત કરવા, ICDS શાખામાં કચેરી અધિક્ષકની જગ્યા બઢતીથી ભરવા, તમામ કર્મચારીઓના રેગ્યુલર હેલ્થ ચેક-અપ કરવા સહીત કુલ ૧૬ પ્રશ્નો માટે રજુઆતો કરવામાં આવી હતી.

આ બેઠકમાં ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી ડીડીઓ અંગત માંડોત, હિસાબી અધિકારી ઘેલાણી, આરોગ્ય અધિકારી ભાયા, કાર્યપાલક ઈજનેર છૈયા તેમજ તમામ શાખાઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ ઉપરાંત કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, કર્મચારી સંઘના પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખો વજુભા જાડેજા અને નિલેશ ઓઝા, સચિવ એસ.પી.સેજપાલ, ખજાનચી હડીયા, તેમજ વિવિધ મંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. 


કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ડીડીઓ વિકલ્પ ભારદ્વાજનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું તેમજ હાજર તમામ અધિકારીઓનું શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર બેઠકનું સંચાલન કર્મચારી સંઘના સચિવ એસ.પી.સેજપાલએ તેમજ આભારવિધી ઉપપ્રમુખ વજુભા જાડેજાએ કરી હતી. 


તમામ પ્રશ્નો / રજુઆતોને ડીડીઓ સાહેબ દ્વારા સાંભડવામાં આવ્યા અને હકારાત્મક અભિગમ કેળવી પ્રશ્નોના ઉકેલ માટે ખાત્રી આપવામાં આવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application