ઉપલેટાના ડુમિયાણીમાં ગેરકાયદેસર દરગાહના બાંધકામને તોડી પાડતું તંત્ર

  • May 15, 2023 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકાના ડુમીયાણી ગામે આવેલ સોસાયટીમાં જતા રસ્તા ઉપર ગેરકાયદેસર બંધાઇ રહેલી દરગાહનું દબાણ તંત્રએ સુચના આપવા છતાં ન હટાવતા આખરે ગઇકાલે તંત્ર દ્વારા આ બાંધકામ તોડી પડાયું હતું.
ડુમિયાણી ગામે એકપણ મુસ્લિમ પરિવાર રહેતું ન હોવા છતાં અમુક લેભાગુ તત્વો દ્વારા સોસાયટીના જતે રસ્તાની વચ્ચે દરગાહનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આ વાત ગ્રામજનોએ ગ્રામ પંચાયતએ રજૂઆત કરતા ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ કરતા મજુરોને કામ નહીં કરવા બે વખત મૌખિક સૂચના આપેલ છતાં તંત્રની ચેતવણીને ઘોળીને પી જતાં આખરે આ મામલે ગઇકાલે મામલતદાર મહેશ ધનવાણીની આગેવાનીમાં ટીડીઓ, પોલીસ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, ગામ પંચાયત કર્મચારીની હાજરીમાં ગેરકાયદેસર રીતે થયેલું બાંધકામ તોડી પાડવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડુમિયાણી ગામે એક પણ મુસ્લિમ પરિવાર વસવાટ નહીં કરવા છતાં કોઇ શખસોએ ખોટું વૈમનસ્ય ઉભું કરવા આવું ગેરકાયદેસર બાંધકામ કરતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application