‘મે કબ્રસ્તાન મે હું ગાઈઝ….’, પાકિસ્તાની યુવતીનો વ્લોગ થયો વાઇરલ  

  • April 24, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, જ્યાં લોકો સૂતા, જાગતા, બેસતા દરેક પ્રકારની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે વીડિયો બનાવવા લોકો તમામ હદો પાર કરી દે છે. તાજેતરના સમયમાં આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં કોઈ બસ કે મેટ્રોની અંદર અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે, તો કોઈ સીધો કબ્રસ્તાનમાં જઈને વીડિયો બનાવવા લાગે છે. હાલમાં આવી જ એક પાકિસ્તાની છોકરી સમાચારમાં છે, જેણે કબ્રસ્તાનમાં જઈને એવો વીડિયો બનાવ્યો છે કે જેને જોઈને જ લોકોના હોશ ઉડી ગયા છે.


વાસ્તવમાં, આ પાકિસ્તાની યુવતી એક યુટ્યુબર છે અને તેણે કબ્રસ્તાનમાં જઈને એક વીડિયો બનાવ્યો છે અને તે પણ તેની બહેનની કબર પર જઈને. આ યુવતીનું નામ નૂર રાણા હોવાનું કહેવાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે યુવતીએ વીડિયો દ્વારા જણાવ્યું છે કે તેણે થોડા વર્ષો પહેલા તેની બહેન ગુમાવી હતી, જે તેના કરતા નાની હતી અને પરણિત હતી. જો કે તેણે પોતાની બહેનને ગુમાવવાનું દુ:ખ વ્યક્ત કરતો આ વીડિયો બનાવ્યો હતો અને કબ્રસ્તાનમાં જઈને તેની કબર પર ફૂલ ચઢાવ્યા હતા, પરંતુ લોકોને તેનું આ પગલું બિલકુલ પસંદ ન આવ્યું અને તેઓ ખૂબ ગુસ્સે થયા.


આ પાકિસ્તાની યુટ્યુબરે કુલ 19 મિનિટનો એક વીડિયો બનાવ્યો છે, જેમાં તે કબ્રસ્તાનમાં માત્ર તેની બહેનની કબર પર ફૂલ ચઢાવતી નથી પરંતુ તેણે તેના નાસ્તા અને ખાવાની વસ્તુઓ વિશે પણ વિગતવાર જણાવ્યું છે. યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર શેર કરેલા વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે સેંકડો લોકોએ તેને લાઈક પણ કર્યો છે. વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ગુસ્સામાં લખ્યું, 'આ કારણે જ કહેવાય છે કે શિક્ષણ મહત્વનું છે. તમને શરમ આવવી જોઈએ', જ્યારે અન્ય એક યુઝરે છોકરીને માનસિક રીતે બીમાર ગણાવી છે. તેવી જ રીતે એક યુઝરે લખ્યું છે કે, 'હું વિશ્વાસ નથી કરી શકતો કે આવા લોકો પણ સમાજમાં રહે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application