રાજકોટમાં ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની જાહેરસભામાં મેયર નયનાબેન પેઢડિયાએ વાંચેલી સ્પીચમાં અનેક શબ્દોના ખોટા ઉચ્ચારણ કરી ભાંગરા વાટતા સભાસ્થળે ઉપસ્થિત શ્રોતાઓ તેમજ ડાયસ ઉપર બેઠેલા નેતાઓમાં પણ રમૂજ પ્રસરી ગઇ હતી.
મેયર પ્રાસંગિક પ્રવચનની તૈયાર લખેલી સ્પીચ સાથે લાવ્યા હતા અને તેનું વાંચન શરૂ કર્યું હતું જેમાં કટારીયા ચોકડીએ નિર્માણ થનારા આઇકોનિક બ્રિજનું આઇકોનોનીક તરીકે, ફ્લાય ઓવર શબ્દનું ફ્લાવર ઓર બ્રિજ તરીકે અને અદ્યતન શબ્દનું અધતન તરીકે ઉચ્ચારણ કરતા તેમજ તૈયાર લખેલી સ્પીચના વાંચનમાં ત્રણ ચાર વખત આ શબ્દો આવતા અને દરેક વખતે તેનું ખોટું ઉચ્ચારણ કરતા ભારે રમૂજ પ્રસરી હતી.
મેયર નયનાબેન પેઢડિયા ઉચ્ચ શિક્ષિત છે ત્યારે આવી ભુલ કેમ થઇ ? સ્ટેજ ફિયરના કારણે આવું બન્યું કે લખેલી સ્પીચમાં જ ભૂલ હતી ? કે પછી ઉતાવળે વાંચવામાં અથવા તો ઉચ્ચારણમાં ભૂલ થઇ ? તે બાબત રાજકીય વર્તુળો સહિત ઉપસ્થિત શ્રોતાઓમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. સામાન્ય રીતે નેતાઓની સ્પીચ તેમના પીએ, પીએસ કે પીઆરઓ તૈયાર કરતા હોય છે ત્યારે સ્પીચ લખનારની ભૂલ હતી કે મેયરની વાંચવામાં ભુલ થઇ ? તેનું સંશોધન પણ અમુક નેતાઓએ શરૂ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅખંડ ભારતના વીર સપૂત પંડિત નથુરામ ગોડસેજીના જન્મદિવસે હિંદુ સેનાએ લીધા સંકલ્પ
May 20, 2025 11:29 AMઆગામી તા. ૨૭ ના રોજ જામનગરના રૂા. ૯૪૮૦ લાખના બે કામનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
May 20, 2025 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech