ચોકીદારના રૂમમાં ચાર વર્ષની બાળકીની નજર સામે ૩૫ સેકન્ડમાં ૧.૩૫ લાખની મત્તાની ચોરી

  • July 05, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુનિવર્સિટી રોડ પરના સુખરામ એપાર્ટમેન્ટની ઘટના: પતિ બાકસ લેવા ગયો હતો,પત્ની કામે ગઇ હતી બે વર્ષનો બાળક સુતો હતો અને ચાર વર્ષની દીકરીની નજર સામે ચોર રોકડ–દાગીના ઉઠાવી ગયો




શહેરના યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટી નજીક આવેલા સુખસાગર એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરનાર નેપાળી પરિવારના પાકિગમાં આવેલા મમાંથી તેમની ચાર વર્ષની બાળકીની નજર સામે રાત્રિના તસ્કર માત્ર ૩૫ સેકન્ડમાં જ દાગીના અને રોકડ સહિત ૧.૩૫ લાખની મત્તા ચોરી કરી ગયાની ઘટના બની છે. આ અંગે નેપાળી યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીનો ઘટનાક્રમ જોતા ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની દ્રઢ શંકા જણાઈ રહી છે. ત્યારે પોલીસે સીસીટીવી ફટેજના આધારે તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.





ચોરીની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી રોડ પર સુખસાગર એપાર્ટમેન્ટમાં રહેતા મીકસભાઇ તીલસ્વામી સોની(ઉ.વ ૨૫) નામના યુવાને ગાંધીગ્રામપોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેની પત્ની તથા બે બાળકો અહીં રહે છે અને તે ચોકીદારીનું કામ કરે છે. યારે તેની પત્ની અને એપાર્ટમેન્ટમાં તેમજ આસપાસમાં ઘરકામ કરે છે. ગઈકાલ રાત્રિના નવ વાગ્યા આસપાસ યુવાનની પત્ની નજીકમાં ઘરકામ માટે ગઈ હતી. યારે યુવાન અહીં નજીકમાં જ આવેલી પાનની દુકાને બાકસ લેવા માટે ગયો હતો આ સમયે તેમના મમાં તેમની ચાર વર્ષની દીકરી અને બે વર્ષનો પુત્ર હતો. દરમિયાન એક અજાણ્યો શખસ અહીં પાકિગમાં આવેલા ચોકીદારના મમાં ઘૂૃસ્યો હતો અને માત્ર ૩૫ સેકન્ડમાં તે મમાંથી તિજોરીમાં રાખેલ સોનાનું મંગળસૂત્ર, સોનાની કાનની બુટ્ટી, સોનાનું પેન્ડલ, સોનાની કડી અને રોકડ પિયા ૧૭૦૦૦ તેમજ મોબાઇલ ફોન સહિત કુલ પિયા ૧.૩૫ લાખની મત્તાની ચોરી કરી ગયો હતો.




અજાણ્યા શખ્સને ઘરમાં જોઈ ચાર વર્ષની બાળકી ગભરાઈ ગઈ હતી પરંતુ તે કઈં બોલી શકી ન હતી આ શખસ ભાગી ગયા બાદ બાળકી પણ બહાર આવી હતી અને તેણે બૂમાબૂમ કરતા અન્ય પાડોશીઓ પણ આવી ગયા હતા અને તેના પિતા પણ આવી જતા તેણે પૂછતા ચોરી થયાનું માલુમ પડું હતું. બાદમાં અહીંના સીસીટીવી ફટેજ ચકાસવામાં આવતા ૯:૦૧:૩૯ ના તસ્કર અહીં મમાં આવતા નજરે પડે છે અને ૯:૦૨:૧૪ ના ઘરની બહાર જતો નજરે પડે છે.તેના પરથી માલુમ પડે છે માત્ર ૩૫ સેકન્ડમાં જ આ શખસે અહીંથી .૧.૩૫ લાખની મત્તા ચોરી લીધી હતી.ચોરીના આ બનાવ અંગે સીસીટીવી ફટેજના આધારે પોલીસે તસ્કરના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.બનાવની વધુ તપાસ પીએસઆઇ જે.જી.જાડેજા ચલાવી રહ્યા છે.



રૂખડિયાપરમાં ફ્રત્પટના ધંધાર્થીના બધં મકાનમાંથી ૨૬ હજાર રોકડની ચોરી
શહેરના ખડીયાપરા કોલોની હાજીપીરની દરગાહ પાસે રહેતા સલીમભાઇ દાઉદભાઇ ડોસાણી(ઉ.વ ૩૯) દ્રારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,તે પંચનાથ વિસ્તારમાં ફ્રત્પટની લારી રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગઇ તા. ૨૮૬ ના રોજ તે તથા તેમનો પરિવાર વાંકાનેર સસરાના ઘરે ગયા હતાં.પાંચ–છ દિવસ અહીં રોકાયા બાદ ગઇકાલે ઘરે પરત ફર્યા હતાં.ઘરનો દરવાજો ખોલી જોતા સામાન વેરવિખેર હોય ચોરી થયાની શંકા ગઇ હતી.બાદમાં તપાસ કરતા અહીં ઘરમાં રાખેલ સ્ટીલ કામડોર જેમાં રોકડ .૨૧ હજાર હતા તે જોવામાં આવ્યો ન હતો તેમજ ગલ્લામાં રાખેલ .૫ હજારની પણ લઇ ગયાનું માલુમ પડયું હતું.આમ કુલ .૨૬ હજારની રોકડની ચોરી થઇ ગઇ હોવાનું માલુમ પડયું હતું.જેથી તેમણે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application