ઝાંસીના ઇલેકટ્રોનિકસ શોરૂમમાં ભીષણ આગ, એક જ પરિવારના ૪ જીવતા ભુંજાયા

  • July 04, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિપરી બજારમાં આવેલા ૩ શો રૂમમાં એકસાથે આગજની




ઝાંસીમાં એક ઇલેકટ્રોનિકસ શોમમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સિપરી બજારમાં ઇલેકટ્રોનિકસના ત્રણ મોટા શોમમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે શોમની ઉપર રહેતા એક જ પરિવારના ચાર લોકો જીવતા સળગી ગયા હતા. મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. ઝાંસીના આ ઈલેકટ્રોનિક શોમમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે તે આગને હોલવવા સ્થળ પર સેનાને બોલાવવી પડી હતી.





યારે આર્મીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ફાયર બ્રિગેડે ઘરની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન શ કયુ હતું. ટીમે પરિવારના કેટલાક સભ્યોને બચાવ્યા, પરંતુ આ ચાર લોકોને બચાવી શકયા નહીં.



૩૦થી વધુ ફાયર ટેન્કર દોડા  
ઘટના અંગેની માહિતી આપતા એસએસપીએ જણાવ્યું હતુ કે સિપરી બજારમાં ત્રણ મોટા ઈલેકટ્રોનિક શોમમાં અચાનક આગ ભબુકી ઉઠી હતી. ત્યારે ઈલેકટ્રોનિકસની દુકાનના માલિકનો પરિવાર શોમની ઉપર રહેતો હતો. આગ એટલી વિકરાળ હતી કે ઝડપથી ફેલાઈ હતી અને આખા બિલ્ડીંને ઝપેટે લઈ લીધુ. ત્યારે આગ લાગતા લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવાનું શ કયુ હતું, પરંતુ આગ વધી રહી હતી. જેને જોતા આસપાસના જિલ્લામાંથી ફાયર બ્રિગેડના વધુ ૩૦ ટેન્કરો મંગાવવામાં આવ્યા હતા.



 સેના ને કામે લગાવવી પડી
ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પ્રયાસ કર્યેા હતો, પરંતુ સફળતા મળી ન હતી. તેને જોતા સેનાને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની સાથે સેનાની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શ કરી હતી.એસએસપીએ જણાવ્યું કે આગ એટલી વિકરાળ હતી કે તેને હોલવવાના સતત પ્રયાસ બાદ પણ કાબુ મેળવાયો ન હતો. ત્યારે સૌથી મોટો પડકાર પરિવારના લોકોને ઘરમાંથી બહાર કાઢવાનો હતો અને ફાયર બ્રિગેડે પરિવારના સાત લોકોને સુરક્ષિત બહાર કાઢા. આ દરમિયાન એક બાળકીની લાશ પણ બળેલી હાલતમાં મળી આવી હતી. બચાવ બાદ બહાર લાવવામાં આવેલા પરિવારજનોએ જણાવ્યું કે હજુ પણ ત્રણથી ચાર લોકો અંદર ફસાયેલા છે. આર્મી અને ફાયર બ્રિગેડની ટીમે ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યેા હતો, પરંતુ સફળતા મળી ન હતી અને અન્ય ત્રણ લોકો પણ આગની ઝપેટમાં આવીને સળગી ગયા હતા.



પોલીસ તપાસમાં લાગી

આગ એટલી ભયાનક હતી કે અંદર જવું મુશ્કેલ હતું. એસએસપીએ જણાવ્યું કે મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યા બાદ ફરી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઘરની અંદરથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. તમામ મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. શોમના માલિકે ફાયર બ્રિગેડ પાસેથી એનઓસી લીધી હતી કે નહીં તે પણ તપાસનો વિષય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application