ગુજરાતના આ શહેરમાં બનશે મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ જે હશે એશિયાનું સૌથી મોટું અંડરવોટર મરીન મ્યુઝિયમ

  • July 31, 2023 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના અમદાવાદથી લગભગ 85 કિમી દૂર લોથલમાં મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમની બનાવામાં આવશે. જેના સંકુલમાં વિશ્વની સૌથી ઊંચુ લાઇટહાઉસ હશે. આ સંકુલ ભારતની સમૃદ્ધિ અને સમુદ્રની વિવિધતાનો વારસો દર્શાવશે. સાથે જ મેરીટાઈમ યુનિવર્સીટી પણ હશે જ્યાં. મેરીટાઈમની ડીગ્રી પણ મળશે. હેરિટેજ મ્યુઝિયમમાં ફરવા માટે ઈ કાર પણ હશે. આ સાથે વિશ્વનું પ્રથમ માનવ સર્જિત ડોકયાર્ડ પણ બનાવામાં આવશે.


સિંધુ ખીણની સંસ્કૃતિની ઓળખ આપતું લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ દરિયાઈ ઇતિહાસ અને તેની વિવિધતાને સમજવાનું વૈશ્વિક કેન્દ્ર બનશે. અમદાવાદથી લગભગ 85 કિલોમીટર દૂર લોથલમાં 400 એકરમાં 4500 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ, મ્યુઝિયમ, એશિયાનું સૌથી મોટું અંડરવોટર મરીન મ્યુઝિયમ અને ભારતનું સૌથી મોટું નેવલ મ્યુઝિયમ બનાવવામાં આવશે. મ્યુઝીયમ નિર્માણમાં જોધપુરના ગુલાબી પત્થરોનો ઉપયોગ કરવામાં આવશે.


આ વિશ્વસ્તરીય સુવિધા સંકુલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા વિકસાવવામાં આવી રહી છે. તે ત્રણ તબક્કામાં બનાવવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ શરૂ થઈ ગયું છે. પદ્મભૂષણ હાફિઝ કોન્ટ્રાક્ટર અને તેની ડિઝાઇનરોની ટીમે કોમ્પ્લેક્સની ડિઝાઇન તૈયાર કરી છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 774 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કેન્દ્રને જોડતો ફોર લેન રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત 66 કિલોવોટનું સબ સ્ટેશન પણ બનાવવામાં આવશે. તે માત્ર મેરીટાઇમ કોમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટેની સંસ્થા પણ હશે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લોથલથી સૌથી નજીક છે. તે રોડ દ્વારા પહોંચી શકાય છે.


મેરીટાઇમ મ્યુઝિયમના બાંધકામની સમીક્ષા કરવા ગુજરાત પહોંચેલા કેન્દ્રીય શિપિંગ અને વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંકુલ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે. તે કેન્દ્ર સરકારના શિપિંગ અને જળમાર્ગોના સાગરમાલા પ્રોજેક્ટનો મુખ્ય ભાગ છે. જેના દ્વારા દેશ અને દુનિયાના લોકો સમુદ્રના ઈતિહાસ, તેની વિવિધતા અને વારસાને સરળતાથી સમજી શકશે.


ગુજરાત સરકાર જવાબદારી નિભાવા તૈયાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે પૂરી કરવા રાજ્ય સરકાર તૈયાર છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ પણ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે આયોજિત બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સાથે વિવિધ વિભાગોના એકીકરણ પર ભાર મૂક્યો હતો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા પણ આપી હતી.


ગુજરાત સરકારે પ્રોજેક્ટ માટે 375 એકર જમીન આપી

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન આપી છે. આ ઉપરાંત કર્મચારીઓના રહેઠાણ માટે 25 એકર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રોજેક્ટ સાઈટને રાજ્યના મુખ્ય રસ્તાઓ સાથે જોડવા માટે ફોર-લેન રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત નર્મદાના પાણી માટે 66 KV સબસ્ટેશન, પાઇપલાઇન પણ નાખવામાં આવશે. રાજ્ય સરકારે મેરીટાઈમ મ્યુઝિયમની આસપાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 150 કરોડ રૂપિયા પણ આપ્યા છે.


લાઇટ હાઉસ મ્યુઝિયમ

વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ 400 એકરના સંકુલમાં બનશે. આ મ્યુઝિયમમાં વિશ્વની સૌથી મોટી ઓપન એક્વેટિક ગેલેરી બનશે. ભારતનું સૌથી ભવ્ય નેવલ મ્યુઝિયમ હશે. આ આઇકોનિક લાઇટ હાઉસ મ્યુઝિયમ 77 મીટર ઊંચું હશે જ્યારે 65 મીટર પર ઓપન ગેલેરી હશે. ઓપન એર વ્યુઇંગ ગેલેરી હશે. રાત્રે લાઇટ શો પણ થશે. દરિયાકાંઠાના રાજ્યોનો પેવેલિયન હશે. અહીં અનેક સંશોધન અને અનોખી સુવિધાઓ વિકસાવવામાં આવશે. મ્યુઝિયમમાં 14 ગેલેરીઓ હશે અને કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ દરિયાઈ વારસાને પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવશે.



વિશ્વનું પ્રથમ માનવસર્જિત ડોકયાર્ડ

લોથલનું ડોકયાર્ડ વિશ્વનું પ્રથમ માનવસર્જિત ડોકયાર્ડ છે,.જે પાંચ હજાર વર્ષ પહેલા બાંધવામાં આવ્યું હતું. ભારતના દરિયાઈ ઈતિહાસ અને ટેકનોક્રેટ્સના મિશ્રણ સાથે બનેલું આ હેરિટેજ સંકુલ લોકો માટે અભ્યાસનું કેન્દ્ર તેમજ જોવાલાયક સ્થળ બનશે. પ્રાચીન સમયમાં લોથલ માત્ર સિંધુ ખીણની સંસ્કૃતિનું વેપાર કેન્દ્ર જ નહીં પરંતુ ભારતની દરિયાઈ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. તે સમયે લોથલ બંદર 84 દેશોના ધ્વજથી ચિહ્નિત હતું.



આ હેરિટેજ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની પણ સુવિધા હશે. 100 રૂમની ટેન્ટ સિટી અને રિસોર્ટ પણ તૈયાર થશે. મ્યુઝિયમની મુલાકાતીઓ માટે 500 ઈ-કારની સુવિધા હશે.

મેરીટાઇમ યુનિવર્સિટીની બનાવામાં આવશે. જેમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં મેરીટાઇમ યુનિવર્સિટી બનાવવામાં આવશે. જ્યાં મેરીટાઇમ ડિગ્રીઓ આપવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓના એક્સચેન્જ પ્રોગ્રામને પણ વેગ મળશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application