દ્વારકા ખાતે પાણી પુરવઠા અને અન્ન, નાગરિક પુરવઠા મંત્રી તેમજ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

  • August 19, 2023 11:08 AM 

માટીને નમન, વીરોને વંદન કરી રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બનીએ : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા


પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે 'મારી માટી, મારો દેશ' કાર્યક્રમ યોજાયો હતો.  


આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૧ થી શરૂ થયેલી આઝાદીના અમૃત મહોત્સવની યાત્રા હેઠળ રાષ્ટ્રહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. ત્યારે આ અભિયાનમાં તમામ નાગરિકોએ સહભાગી બની દેશને આઝાદ કરાવવામાં શહીદી વહોરનાર અનેક વીરો અને વીરાંગનાઓને વંદન કરીએ. 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૪૦ ગ્રામ્ય વિસ્તારોમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો છે. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અંહિની માટીને નમન, વીરોને વંદન કરું છું.


જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આપણે મળેલી આઝાદી ખૂબ મૂલ્યવાન છે. આઝાદી મેળવવામાં અનેક વીરો, વીરાંગનાએ બલિદાન આપ્યાં છે. આ બલિદાન આપનારા વીરો, વીરાંગનાઓને યાદ કરી માટીને નમન અને વીરોને વંદન કરવા માટેનો આ અવસર છે. આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ, શીલાફલકમ અનાવરણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, ધ્વજવંદનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 


સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.વી. શેરઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું. 
આ તકે સૌ મહાનુભાવોએ શિલાફલકમ અનાવરણ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન વૃક્ષારોપણ તથા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન ગવાયું હતું.


આ તકે પ્રભારી મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે નિવૃત્ત જવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. 
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. ધાનાણી,  પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર,  જિલ્લા પંચાયતના જે.કે. હથીયા, લુણાભા સુમણીયા, વનરાજભા માણેક, અગ્રણીશ્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, વિજયભાઈ બુજડ,  વરજાંગભા, રમેશભાઇ હેરમા, પબુભા, કશ્યપભાઈ, સોમાભાઈ, હિતેન્દ્રભાઇ આચાર્ય, છાત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application